1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ગેરકાયદે રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરમાં ગેરકાયદે રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરમાં ગેરકાયદે રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
Social Share

ગાંધીનગર, 31 મે, 2026 : 10 dumpers caught transporting sand illegally જિલ્લામાં નદીઓમાંથી ગેરકાયદે રેતીનું ખનન વધતું જાય છે. ત્યારે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેએ નિર્દેશ આપતા  ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ગત રાત્રે હાથ ધરેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશિયલ ડ્રાઈવમાં રેતી ભરેલા 10 ડમ્પર ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 3 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગરમાં સાબરમતી નદી સહિત જિલ્લાની અને નદીઓમાં રેતીના ગેરકાયદે ખનન અને વહન સામે કડક પગલાં ભરવા કલેક્ટરે આદેશ આપતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સૂચનાથી કાર્યરત થયેલી ટીમે વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, પકડાયેલા 10 વાહન પૈકી 5 ડમ્પર કોઈ પણ પ્રકારના રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રીતે સાદી રેતીનું વહન કરી રહ્યા હતા.જ્યારે બાકીના 5 ડમ્પર રોયલ્ટી પાસની મર્યાદા કરતા વધુ ઓવરલોડ રેતી ભરીને જતા હતા.

ખનીજ વિભાગની ટીમે જિલ્લાના ભાટ, ઘણપ, સરગાસણ, અડાલજ, લીમ્બડીયા, લવારપુર, ખોડીયાર-વૈષ્ણોદેવી તથા ખડાત જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી આ વાહનો ઝડપી લીધા હતા. ગેરકાયદે રોયલ્ટી વગર વહન કરતા ડમ્પરોમાં GJ-24-V-8714 (ભાટ-નાના ચિલોડા), GJ-24-X-4209 (લીમ્બડીયા), GJ-12-BV-1313 (લવારપુર-વલાદ), GJ-24-X-4997 (વૈષ્ણોદેવી સર્કલ) અને GJ-17-XX-9423 (ખડાત-મહુડી રોડ) નો સમાવેશ થાય છે.જ્યારે ઓવરલોડિંગ બદલ પકડાયેલા ડમ્પરોમાં GJ-01-KT-6725 (ધણપ ચેકપોસ્ટ), GJ-18-BV-4787 (સરગાસણ), GJ-36-T-9569 (અડાલજ-ઝુંડાલ), GJ-02-BT-5171 (વાવોલ) અને GJ-24-X-6774 (ખોડીયાર-વૈષ્ણોદેવી રોડ)ને પણ જપ્ત કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા તમામ 10 વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ નિયમો હેઠળ કડક દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે જેથી સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવી શકાય.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code