1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરી મથક સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી પડી
ગીરી મથક સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી પડી

ગીરી મથક સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી પડી

0
Social Share
  • ભારે વરસાદને લીધે ભેખડ ધસી પડતા સનરાઈઝ પોઈન્ટનો રસ્તો બંધ કરાયો,
  • તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરુ કરવામાં આવી,
  • વરસાદી મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા

સાપુતારાઃ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ગુરૂવારે ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને કારણે નદીઓમાં ધોડાપૂર આવ્યું છે. ગીરી મથક સાપુતારામાં વરસાદી મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ત્યારે સન પોઈન્ટ જવાના રસ્તા પર એક ભેખડ ધસી પડતા રસ્તો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ચોમાસામાં ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી જતી હોય છે. ગઈકાલે ગુરૂવારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ સાથે ગિરીમથક સાપુતારામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે સાપુતારાના જાણીતા સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી છે. જેના કારણે તે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરુ કરવામાં આવી ગઈ છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને કારણે નદીઓમાં ધોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત સનરાઈઝ પોઈન્ટ જતાં માર્ગ પર ભેખડ ધસી પડવાને કારણે તેનો કાટમાટ રસ્તા પર ફેલાયો છે. જેના કારણે પ્રવાસીઓને આવન જાવનમાં તકલીફ પડી રહી છે. જોકે, તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને વાપીમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરનું આગમન થયું હતુ. જ્યારે સુપા ગામને કુરેલ સાથે જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં પાંચ ગામના લોકોને 10 કિમી ફરવું પડી રહ્યું છે. ભારે વરસાદના પગલે નવસારીમાં 24 સભ્યોની SDRF ટીમને ડિપ્લોય કરવામાં આવી છે.  હીલ સ્ટેશન સાપુતારામાં વરસાદી માહોલ પ્રવાસીઓને ફરવા માટે જાણે ખેંચી રહ્યો હોય તેમ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code