1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવી શિક્ષણ નીતિ મુજબ CBSE સ્કૂલોમાં ધોરણ 6માં ત્રણ ભાષા ભણવી ફરજિયાત
નવી શિક્ષણ નીતિ મુજબ CBSE સ્કૂલોમાં ધોરણ 6માં ત્રણ ભાષા ભણવી ફરજિયાત

નવી શિક્ષણ નીતિ મુજબ CBSE સ્કૂલોમાં ધોરણ 6માં ત્રણ ભાષા ભણવી ફરજિયાત

0
Social Share

અમદાવાદ, 22 એપ્રિલ 2026: Studying three languages ​​is mandatory in class 6 in CBSE schools  સીબીએસઈ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2026-27થી એટલે કે આગામી નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે નવું R ફોર્મ્યુલા ભાષાકીય માળખું અમલી બનશે. આ ફેરફારની અસર એ છે કે, અંગ્રેજીને ભારતીય ભાષાની યાદીમાંથી હટાવીને વિદેશી ભાષાની શ્રેણીમાં મુકાતા વિદ્યાર્થીઓ માટે માતૃભાષા અને અન્ય એક ભારતીય ભાષા શીખવી અનિવાર્ય બનશે. આ ફોર્મ્યુલા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભાષા ભારતીય હોવી જોઈએ.

સીબીએસઈ સ્કૂલોમાં હવે નવા નિયમો મુજબ, અંગ્રેજી સાથે અન્ય કોઈ વિદેશી ભાષા (જેમ કે ફ્રેન્ચ કે જર્મન) રાખી શકાશે નહીં. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી પસંદ કરે છે, તો તેણે બાકીની બે ભાષા ભારતીય રાખવી પડશે. આ નિર્ણયથી સીબીએસઈ  શાળાઓમાં માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રીય ભાષા હિન્દીના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે.આ ફેરફારને કારણે વર્ષ 2026-27માં જે વિદ્યાર્થીઓ ધોરણ-6માં પ્રવેશ લેશે, તેઓ વર્ષ 2031માં બોર્ડની પરીક્ષા આપશે ત્યારે તેમની પરીક્ષા સંપૂર્ણપણે નવી ક્રેડિટ અને ગ્રેડિંગ સિસ્ટમ પર આધારિત હશે. ભાષાના વિષયોના ક્રેડિટ હવે વિદ્યાર્થીના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC)માં જમા થશે. સાંભળવાની અને બોલવાની ક્ષમતા ચકાસવા ટેસ્ટ લેવાશે.આ ફેરફારને પગલે હવે શાળાઓએ નવા લેંગ્વેજ ટીચર્સની નિમણૂક અને ટાઈમ-ટેબલમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

સીબીએસઈની સ્કૂલોમાં નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે નવું R ફોર્મ્યુલા ભાષાકીય માળખું અમલી બનશે. આ ફેરફારની અસર એ છે કે, અંગ્રેજીને ભારતીય ભાષાની યાદીમાંથી હટાવીને વિદેશી ભાષાની શ્રેણીમાં મુકાતા વિદ્યાર્થીઓ માટે માતૃભાષા અને અન્ય એક ભારતીય ભાષા શીખવી અનિવાર્ય બનશે. ભાષા પસંદ કરતા પહેલા સ્કૂલમાં ઉપલબ્ધ શિક્ષકોની માહિતી મેળવી લેવી.અને ગ્લોબલ કરિયર માટે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી પસંદ કરવું હિતાવહ છે, પરંતુ યાદ રાખવું કે ત્રણેય ભાષામાં પાસ થવું ફરજિયાત છે અને હવે માર્ક્સને બદલે ગ્રેડ પોઈન્ટ્સ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code