1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 7મી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે
જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 7મી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 7મી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

0
Social Share

અમદાવાદ, 5 મે 2026Admission process starts from May 7th through GCAS ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થતાં હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થશે. રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની GCAS દ્વારા પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આગામી 7 મા મેથી 28 મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. GCAS દ્વારા કુલ ચાર રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 7 મેથી 29 જૂન સુધી સમગ્ર પ્રક્રિયા ચાલશે. જે બાદ નવા શિક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં છેલ્લા ત્રણ વર્ષથી GCAS દ્વારા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જો કે GCASની સિસ્ટમના દર વર્ષે 30-30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા કરવી પડતી હોય છે છતાં પણ અનેક વિદ્યાર્થીઓ GCAS પોર્ટલની ખામીઓને કારણે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લે છે. જેથી GCAS પોર્ટલની ખામીનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓ ઉઠાવી જતી હોય છે. જેથી ABVP અને NSUI દ્વારા GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે. અથવા તો ખાનગી કોલેજ કે યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ હોવા છતાં આ વર્ષે પણ GCAS પોર્ટલથી જ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેની સાથે કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. GCAS મારફતે જ રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં B.A., B.Com., B.Sc. અને 100થી વધુ અન્ય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી 7 તારીખથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે આ વખતે ઓછા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષે વિદ્યાર્થીઓની સરળતા માટે GCAS પોર્ટલ પર નવી ‘AI એજન્ટ’ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે GCAS પોર્ટલ સાથે સંકળાયેલ સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી, કટ-ઓફ અને અન્ય જરૂરી વિગતો કોલ કે ચેટબોટ મારફતે તરત જ મેળવી શકશે. ચેટબોટ માટે GCAS પોર્ટલ અને ‘AI એજન્ટ’ સાથે વાત કરીને માહિતી મેળવવા માટે 7969799680 નંબર પર પણ સંપર્ક કરી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code