1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા
મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા

મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા

0
Social Share

સુરત, 6 મે 2026: Two men caught drunk with MLA GUJARAT board on Mercedes car શહેરમાં મર્સિડીઝ કાર પર MLA GUJARATનું બોર્ડ લગાવીને સમાજમાં રોફ જમાવતા બે શખસોને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. નબીરાઓએ મર્સિડીઝ કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી. શહેરના મોટા વરાછાના ટર્નિંગ પોઇન્ટ પર ઉત્રાણ પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમે કાર અટકાવી તપાસ કરતા ભોપાળું ચત્તું થયું છે. પકડાયેલો મુખ્ય આરોપી પ્રફુલ સંઘાણી કોસંબામાં પેવર બ્લોક અને પીપોદરામાં ટેક્સટાઈલ ફેક્ટરી ધરાવે છે.

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જાહેર માર્ગો પર નશો કરીને વાહન ચલાવી પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકતા તત્વોને ડામી દેવા પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોંકાવનારી સફળતા મેળવી છે, જેમાં ધારાસભ્યના નામનો દુરુપયોગ કરી વૈભવી કારમાં દારૂ પીને ફરતા બે માલેતુજારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્રાણ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ અને પીએસઆઈ આર.ડી. ધાધલ સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે મોટા વરાછા તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની મર્સિડીઝ (GLC 300 4 MATIK) કાર આવતી જણાઈ હતી. નવાઈની વાત એ હતી કે આ મોંઘીદાટ કાર પર કોઈ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ જ નહોતી. જ્યારે પોલીસની નજર કારના ડ્રાઇવિંગ સીટ સામેના કાચ પર પડી તો ત્યાં મોટા અક્ષરે ‘MLA GUJARAT’ લખેલું બોર્ડ મારેલું હતું. શંકા જવાના આધારે નાઇટ પેટ્રોલિંગ ટીમે તુરંત કારને આંતરીને તપાસ હાથ ધરી હતી.  પોલીસે જ્યારે કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ શરૂ કરી તો બંને પૂરેપૂરા દારૂના નશામાં ચૂર હોવાનું માલૂમ પડ્યું હતું. કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તેઓ રસ્તા પર વટ પાડવા અને રોફ જમાવવા માટે જ પોતાની કાર પર ‘MLA GUJARAT’નું નકલી બોર્ડ લગાવીને ફરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તુરંત જ બંનેની અટકાયત કરી અંદાજે રૂ. 30 લાખની કિંમતની મર્સિડીઝ કાર અને નકલી બોર્ડ કબજે લીધા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે,  આરોપીઓમાં મુખ્ય આરોપી મોટા વરાછાનો મોટો ગજાનો વેપારી છે. પ્રફુલ શામજીભાઇ સંઘાણી (ઉ.વ.38) (રહે. સહજાનંદ પ્રસ્થ, ગોપીનગામ પાસે, મોટા વરાછા, સુરત) કોસંબા ખાતે શિવાલી ઇન્ડસ્ટ્રીઝમાં ‘ઇનફા બ્લોક’ નામની સિમેન્ટ પેવર બ્લોક બનાવતી કંપની ધરાવે છે અને પીપોદરા ખાતે ‘આદિત્ય ટેક્સટાઇલ’ નામની કંપનીનો માલિક છે. જ્યારે બીજો આરોપી આશિષ ચીમનભાઇ વેકરીયા (ઉ.વ.28) (રહે. સહયોગ સોસાયટી, પુણાગામ, સુરત) પણ વેપાર ધંધા સાથે સંકળાયેલો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code