1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ
સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ

સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ

0
Social Share

સુરત, 6 મે 2026: Notorious gang from Bihar involved in Rs 50 lakh robbery case શહેરના વરાછા વિસ્તારમાં ગઈ તા. 27 એપ્રિલ 2026ના રોજ બનેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે લગભગ 1500 કિલોમીટર સુધી પીછો કરીને ઉત્તરપ્રદેશમાંથી 2 આરોપીઓને દબોચી લઈને સુરત લવાયા છે. બન્ને આરોપી શુભમ અને વિકાસની પૂછતાછમાં અનેક વિગતો મળી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવાયું કે બિહારની કુખ્યાત ‘કુંદન ભગત’ ગેંગ આ લૂંટકાંડ પાછળ હોવાની વિગતો મળી છે. લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો.

પોલીસ કમિશનર ગહેલોતે જણાવ્યું હતું કે, SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચના 7 PI અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે 1000થી વધુ CCTV તપાસ્યા હતા. જેમાં લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક (સ્પ્લેન્ડર, પલ્સર, અપાચે) પર નકલી નંબર પ્લેટો હોવાનું ખુલ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી. પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત ત્રણ દિવસ સુધી લોકેશન બદલતા શુભમને અયોધ્યાથી દબોચી લીધો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગે લૂંટ કરતા પહેલા બે મહિના સુધી સુરતમાં આશરો લીધો હતો. આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા-જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી હતી. લૂંટ માટે વપરાયેલી એક બાઈક ખટોદરાથી ચોરી કરી હતી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી હતી. લૂંટમાં સીધો સામેલ આરોપી શુભમ અયોધ્યાના એક આશ્રમમાં છુપાયેલો હતો. જ્યારે અન્ય આરોપી વિકાસ તેને આશ્રય આપવામાં મદદ કરી રહ્યો હતો. આ ધરપકડ બાદ પોલીસને લૂંટમાં સામેલ અન્ય પાંચ આરોપીઓના સચોટ લોકેશન પણ મળી ગયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code