1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વૈશ્વિક મંદીમાં પણ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી, 30 દિવસમાં 14 શીપ લાંગર્યા
વૈશ્વિક મંદીમાં પણ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી, 30 દિવસમાં 14 શીપ લાંગર્યા

વૈશ્વિક મંદીમાં પણ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી, 30 દિવસમાં 14 શીપ લાંગર્યા

0
Social Share

ભાવનગર, 8 મે 2026: Alang’s shipbreaking industry booms દુનિયાભરમાં હાલ વૈશ્વિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ગયા મહિને એટલે કે, એપ્રિલ-2026માં કુલ 14 શીપ ભંગાવવા માટે આવ્યા હતા. જે માર્ચ-2026ની સરખામણીએ બમણાં છે. શીપની સંખ્યા ઉપરાંત ટનેજની બાબતમાં પણ એપ્રિલ મહિનો અલંગ માટે સારો રહ્યો છે. 14 શિપોનું કુલ વજન 1.79.184.86 લાઈટ ડિલપ્લેસમેન્ટ ટનેજ (એમટી) થયું છે. જે છેલ્લા 6 મહિનાનું સર્વાધિક છે.

ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાની તણાવની સ્થિતિની શીપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર અસર પડે તેવા સંકેતો વર્તાઈ રહ્યા હતા અને તેના લીધે અલંગમાં આવનારા શીપની સંખ્યા ઘટશે તેવી શક્યતાઓ વચ્ચે એપ્રિલ-2026માં અલંગમાં આવનારા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રીલમાં અલંગમાં કુલ 14 શીપ ભંગાવવા માટે આવ્યા છે. જે માર્ચ-2026ની સરખામણીએ બમણાં છે. અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજીથી અન્ય રોજગાર ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે. ભાવનગર આસપાસની રિ-રોલીંગ યુનિટોને પણ પુરતો માલ મળી રહેશે તેવી આશા જાગી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અલંગમાં કુલ 43 શિપ અલંગમાં બીચ થયાં છે. શિપની સંખ્યા ઉપરાંત ટનેજની બાબતમાં પણ એપ્રિલ મહિનો અલંગ માટે સારો રહ્યો છે. 14 શીપોનું કુલ વજન 1.79.184.86 લાઈટ ડિલપ્લેસમેન્ટ ટનેજ (એમટી) થયું છે. જે છેલ્લા 6 મહિનાનું સર્વાધિક છે. ઉપરાંત છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષના એપ્રીલ મહિનામાં સિંગલ ડિજિટમાં રહેલી શીપની સંખ્યા નાણાંકીય વર્ષ 2026-27ના એપ્રિલ મહિનામાં શીપની સંખ્યા ડબલ ડિઝિટમાં થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code