1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં તાપી નદીના કોઝવે પર નહાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત
સુરતમાં તાપી નદીના કોઝવે પર નહાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત

સુરતમાં તાપી નદીના કોઝવે પર નહાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત

0
Social Share

સુરત, 14 મે 2026youth drowns on causeway of Tapi river શહેરના તાપી નદી પરના વિયરકમ કોઝ-વે પર વેકેશનની રજા માણવા ગયેલા ચાર મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘરના એકના એક દીકરાના મોતથી તેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગર ચોક પાસે રહેતો 17 વર્ષીય રિહાન શેખ યુનુસ પોતાના ત્રણ મિત્રો જાકીર ખાન (ઉ.વ. 20), ફૈઝાન હુસેન (ઉ.વ.20) અને જાવેદ શેખ (ઉ.વ. 20) સાથે રાંદેર કોઝવે ખાતે નહાવા માટે ગયો હતો. ચારેય મિત્રો પાણીમાં મોજ-મસ્તી કરી રહ્યા હતા, ત્યારે અચાનક રિહાન તરતા તરતા કોઝવેની મધ્યમાં પહોંચી ગયો હતો. પાણીનું વહેણ તેજ હોવાથી રિહાન અચાનક ડૂબવા લાગ્યો હતો. રિહાનને પાણીમાં તરફડિયા મારતો જોઈ કાંઠા પર રહેલા તેના મિત્રો તેને બચાવવા માટે દોડ્યા હતા. જોકે, પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે મિત્રો તેને પકડી શક્યા નહીં અને જોતજોતામાં રિહાન ઊંડા પાણીમાં ઓઝલ થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ તાત્કાલિક બહાર આવી સ્થાનિક બોટમેન અને લોકોને મદદ માટે બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા કોઝવે પર એકત્ર થઈ ગયા હતા.  આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાતા મોરાભાગળ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર સબ ઓફિસર ગિરિશ સેલરની આગેવાનીમાં માર્શલો અને તરવૈયાઓએ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આધુનિક સાધનોની મદદથી અંદાજે દોઢ કલાકની શોધખોળ બાદ રિહાનની લાશ મળી આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code