1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ATSએ કચ્છના દરિયામાં જહાંજને આંતરીને તપાસ કરતા 110 કિલો ડ્રગ્સ પકડાયુ
ગુજરાત ATSએ કચ્છના દરિયામાં જહાંજને આંતરીને તપાસ કરતા 110 કિલો ડ્રગ્સ પકડાયુ

ગુજરાત ATSએ કચ્છના દરિયામાં જહાંજને આંતરીને તપાસ કરતા 110 કિલો ડ્રગ્સ પકડાયુ

0
Social Share

અમદાવાદ, 27 મે, 2026 : Gujarat ATS seizes 110 kg of drugs  ગુજરાતમાં 1600 કીમીનો દરિયા કિનારો આવેલો છે. એમાં ખાસ કરીને કચ્છના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. દરિયા કાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના બીનવારસી પેકેટો સીલસીલો જારી છે. ત્યાં એક જહાંજમાં કોકેઈનનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજીએ સંયુક્તરીતે ઓપરેશન હાથ ધરીને દરિયામાં જહાંજને રોકીને તપાસ કરતા રૂપિયા 200 કરોડની કિંમતનો 110 કિલો કોકેઈનનો જથ્થો પકડાયો હતો. હાલ તપાસ ચાલી રહી છે. FSLની ટીમ પણ હાલ તપાસમાં જોડાઈ છે.

ગુજરાત એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંદ્રા તરફ આવી રહેલા ‘યુરોપ’નામના કાર્ગોશીપમાં કોકેઈનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શીપ પરથી 118 કિલો કોકેઈન મળી આવ્યું છે. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કચ્છના દરિયા કિનારે એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજ પરથી 110 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેથી અંદાજિત બજાર કિંમત 200 કરોડ રૂપિયા થવા જાય છે. કોકેઈનનો જથ્થો યુરોપથી દરિયાઈ માર્ગે કચ્છ લાવવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ સાથે કેટલાક શકમંદો મળી આવતા તેને અટકમાં લઈ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ જથ્થો કોને મોકલ્યો છે અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે.

ગુજરાત એટીએસના સૂત્રોના કહેવા મુજબ  ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹200 કરોડની કિંમતનું કોકેઈનનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code