1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના સરથાણા નેચર પાર્કમાં પથ્થર મારીને આરામ કરી રહેલા વાઘની પજવણી
સુરતના સરથાણા નેચર પાર્કમાં પથ્થર મારીને આરામ કરી રહેલા વાઘની પજવણી

સુરતના સરથાણા નેચર પાર્કમાં પથ્થર મારીને આરામ કરી રહેલા વાઘની પજવણી

0
Social Share

સુરત, 9 જુન, 2026 : Harassment of resting tiger by throwing stones શહેરના સરથાણા નેચર પાર્કમાં વન્યજીવોને નિહાળવા આવેલા કેટલાક યુવાનોમાંથી એક યુવાને પાંજરાની અંદર આરામ કરી રહેલા વાઘને પથ્થરો મારીને પજવણી કરી હતી. જ્યારે અન્ય યુવાનોએ તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા નેચર પાર્કના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સરથાણા નેચર પાર્કમાં શનિવારે મુલાકાતીઓની ભીડ સારીએવી હતી.દરમિયાન એક યુવાન  પાંજરાની નજીક જઈને અંદર શાંતિથી બેસેલા અને આરામ કરી રહેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અને  વાઘનું ધ્યાન પોતાની તરફ ખેંચવાના અને તેને હેરાન કરવાના બદઈરાદાથી એક પછી એક પથ્થરો ફેંક્યા હતા. અન્ય મુલાકાતીઓ યુવાનને રોકવાને બદલે તમાશો જોવામાં મશગુલ બન્યા હતા. અને કેટલાક લોકોએ મોબાઈલફોનમાં વિડિયો ઉતારીને સાશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો માત્ર 6 સેકન્ડનો છે, પરંતુ તે માનવીય ક્રૂરતા અને અસંવેદનશીલતાની પરાકાષ્ઠા દર્શાવવા માટે પૂરતો છે.

સરથાણા ઝૂમાં વાઘની પજવણી કરતો વીડિયો વાયરલ થયા બાદ  સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારી અને સિક્યુરિટી સ્ટાફ એક્શનમાં આવ્યો છે. સિક્યુરિટી વિભાગે પણ શનિવારે મુલાકાતી દ્વારા વાઘની પજવણી કરાઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે. નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના પાર્કના આસપાસના CCTVમાં પણ કેદ થઈ ગઈ છે. અને આ અંગે તપાસ કરી રહ્યા છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code