1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં પરિવાર ભર નિંદરમાં હતો ને ફાયરિંગ થયું, પાર્ટી કરી રહેલા 3ની અટકાયત
વડોદરામાં પરિવાર ભર નિંદરમાં હતો ને ફાયરિંગ થયું, પાર્ટી કરી રહેલા 3ની અટકાયત

વડોદરામાં પરિવાર ભર નિંદરમાં હતો ને ફાયરિંગ થયું, પાર્ટી કરી રહેલા 3ની અટકાયત

0
Social Share

વડોદરા, 3 જુલાઈ, 2026 : The family was asleep when firing occurred. શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ગઈ મધરાત બાદ પરિવાર ગાઢ નિંદરમાં હતો ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ફ્લેટ પર ફાયરિંગ કરતા ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં ઘૂંસી ગઈ હતી. ફાયરિંગના અવાજથી પરિવાર સફાળો જાગી ગયો હતો, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે જ FSLની પણ મદદ લેવાઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે અંગે તપાસ ચાલુ કરી હતી.  પ્રાથમિક તપાસમાં આ ઘટના કોઈ દુશ્મનાવટ નહીં પરંતુ નજીકમાં પાર્ટી કરી રહેલા મિત્રો દ્વારા કરાયેલું મિસફાયર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ત્રણ શખસોની અટકાયત કરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  મૂળ રાજસ્થાનના કોટાના વતની અને હાલ વડોદરા શહેરના ગોત્રી- ભાયલીના આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં રહેતું પરિવાર ગત મધરાતે ભર નિંદરમાં હતું ત્યારે આશરે 1 વાગ્યે અચાનક ફાયરિંગનો જોરદાર અવાજ થતાં પરિવારના સભ્યો જાગી ગયા હતા. ઘરમાં તપાસ કરતાં રૂમની બારીનો કાચ તૂટેલો હતો અને તેમાં કાણું પડી ગયું હતું. એટલું જ નહીં, એ ગોળી બારી સોંસરવી નીકળીને દરવાજાની આરપાર થઈ ગઈ હતી. ત્યારબાદ હોલમાં તપાસ કરતાં સોફા નીચેથી એક ગોળી મળી આવી હતી. આ ઘટનાને પગલે ગભરાયેલા પરિવારે આસપાસના લોકોને એકઠા કરી તાત્કાલિક તાલુકા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે જ FSLની પણ મદદ લેવાઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે અંગે તપાસ ચાલુ કરી હતી.  પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જે ફ્લેટ પર ગોળી વાગી તેનાથી અંદાજે 150થી 200 મીટર દૂર આવેલા અન્ય એક એપાર્ટમેન્ટની ઓફિસમાં રાત્રે પાંચ મિત્રો પાર્ટી કરવા બેઠા હતા. આ દરમિયાન રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી એક ગોળી સીધી ફ્લેટ નંબર 201માં ઘૂસી ગઈ હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ત્રણ જણાને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે ફરાર શખસોની શોધખોળ ચાલુ છે. રિવોલ્વર કોની હતી અને ફાયરિંગ કઈ રીતે થયું તેની તપાસ ચાલી રહી છે, જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ઈરાદાપૂર્વક કરાયેલું હુમલાનું ફાયરિંગ નહોતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ફાયરિંગની આ બીજી ઘટના છે. ગત 26મી જૂને રાત્રે વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ તરફ જતા રસ્તા પર દિલ્હીના એક વેપારીની કાર પર બાઈક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના 6 દિવસ વીતી જવા છતાં હજી સુધી વાઘોડિયા પોલીસના હાથે આરોપીઓ ઝડપાયા નથી, ત્યાં જ પોશ વિસ્તાર ગણાતા ભાયલીમાં ફાયરિંગની આ બીજી ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code