Homeગુજરાતીગુજરાતથાનગઢ તાલુકામાં ગેરકાયદે કોલસા ખનન સામે SDMએ કરી આકસ્મિક તપાસ

થાનગઢ તાલુકામાં ગેરકાયદે કોલસા ખનન સામે SDMએ કરી આકસ્મિક તપાસ

સુરેન્દ્રનગર, 14 ઓગસ્ટ, 2026 : SDM conducts surprise inspection regarding illegal coal mining જિલ્લામાં ખનીજચોરી સામે તંત્રએ લાલા આંખ કરી છે. ખનીજ વિભાગ, પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા સમયાતંરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ-ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર, થાનગઢ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીની ટીમે થાનગઢના જામવાડીથી ખાખરાવાળી સુધી તપાસ કરી હતી. આકસ્મિક તપાસ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાળા, નળખંભા અને ખાખરાવાળી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ અથવા બુરાણ કરવામાં આવેલા કુવાઓની સ્થળ પર જઈને ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન ખાસ કરીને અગાઉ બંધ કરવામાં આવેલા કુવાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ફરીથી ગેરકાયદેસર કોલસા ખનન શરૂ કરવામાં આવ્યું છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર કોલસાના કુવાઓમાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ પણ ફરી શરૂ થઈ નથી ને તેની પણ સ્થળ પર ખાતરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમો યોગ્ય રીતે અને સતત ફરજ બજાવી રહી છે કે નહીં તેની પણ અધિકારીઓએ સ્થળ પર ચકાસણી કરી હતી.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ યથાવત રહેશે. માત્ર ગેરકાયદેસર ખનનના સ્થળો બંધ કરી દેવા પૂરતું નહીં, પરંતુ ત્યાં ફરીથી આવી પ્રવૃત્તિ શરૂ ન થાય તેની સતત તકેદારી રાખવા અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

સંબંધિત લેખો

Most Popular