Homeગુજરાતીગુજરાતસુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 17 દૂકાનો બળીને ખાક

સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 17 દૂકાનો બળીને ખાક

સુરત, 10 સપ્ટેમ્બર, 2026 :  A massive fire broke out in Shyam Sangi’s textile market  શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મંગળવારની મધરાત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થયેલી આગ જોતજોતામાં પાંચમા અને ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ કરાતા ફાયર બિરગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગે તાત્કાલિક ‘બ્રિગેડ કોલ’ જાહેર કરતા શહેરભરમાંથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે આગ લાગતા અને ધૂમાડો જોતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ફાઈટરો સાથે દોડી ગયા હતા. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પાણીનો સતત મારો ચલાવતા 8 કલાકે આગ થોડી કાબુમા આવી હતી. જોકે આગ ફરીથી બેકાબૂ બની અને કંટ્રોલમાં આવેલી આગ અન્ય દુકાનમાં પ્રસરી વિકરાળ બની હતી. 17 કલાકથી વધુની મહેનત છતાં આગ પર કાબુ મેળવી શકાયો નહોતો. ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા માળ પર એક પછી એક દુકાનોમાં આગ પ્રસરી હતી. એક ફાયરકર્મીને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.

ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગ્યાની જાણ થતાં વેપારીઓ પણ દોડી આવ્યા હતા. એક વેપારીએ જણાવ્યું હતું કે, માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનોની બહાર રાખેલા સિન્થેટિક માલના જથ્થાએ આગ પકડી લેતાં તે ક્ષણભરમાં વિકરાળ બની બંને તરફની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. અંદાજે 15થી 17 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હોવા છતાં આગળ-પાછળ ઝડપથી ફેલાયેલી આગના કારણે પેક કરાયેલા સેંકડો પાર્સલ અને તૈયાર માલ બળીને રાખ થયા છે.  15થી વધુ ફાયર ટેન્ડર અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટે વપરાતી ટર્ન ટેબલ લેડર મારફતે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સવારે 9 વાગ્યે આગને થોડી કાબુમાં લેવાઈ હતી. ત્યારબાદ ફરી આગ ભભૂકવા લાગી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular