Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 224 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદા ડેમ 95.55 ટકા ભરાયો

ગુજરાતમાં 224 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદા ડેમ 95.55 ટકા ભરાયો

અમદાવાદ, 19 સપ્ટેમ્બર, 2026 :  Rainfall in 224 talukas

ગુજરાતમાં શુક્રવારે 224 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ગીર સોમનાથના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.  જ્યારે 68 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના 206 જળાશયમાં 3,88,095 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.56 ટકા છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ તેની કુલ ક્ષમતાના 95.55 ટકા જળસંગ્રહ છે. ડેમમાં 38,847 ક્યુસેક પાણીની આવક સામે 41,746 ક્યુસેક જાવક ચાલુ છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી (24.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે 673.9 મીમી (26.53 ઈંચ) સામાન્ય હોવો જોઈએ. એટલે કે સામાન્ય કરતા 8 ટકા વરસાદ ઓછો છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં 23 ટકા વરસાદની ઘટ છે.

રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ તેની કુલ ક્ષમતાના 95.55 ટકા જળસંગ્રહ છે. ડેમમાં 38,847 ક્યુસેક પાણીની આવક સામે 41,746 ક્યુસેક જાવક ચાલુ છે. રાજ્યના અન્ય 206 જળાશયમાં 3,88,095 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.56 ટકા છે. રાજ્યના 206 ડેમમાંથી 27 ડેમ 100 ટકા ભરાયેલા છે, 37 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 27 ડેમ 50થી 70 ટકા વચ્ચે, 41 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. સુરક્ષા અને પાણીના સ્તર મુજબ રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ પર, 11 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular