Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં બસ, ટ્રક, ટેન્કર સહિતના જુદા જુદા રોડ અકસ્માતમાં 6ના મોત

અમદાવાદમાં બસ, ટ્રક, ટેન્કર સહિતના જુદા જુદા રોડ અકસ્માતમાં 6ના મોત

અમદાવાદ, 12 ઓક્ટોબર, 2026 : 6 dead in 6 road accidents involving bus, truck, tanker and ambulance શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે  જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતના 6 બનાવોમાં 6નાં મોત નિપજ્યા છે. જેમાં અપોલો સર્કલ પાસે બસની ટક્કરે 20 વર્ષીય યુવકનું મોત, વિસત સર્કલ પાસે સાયરન વિનાની 108 એમ્બ્યુલન્સની અડફેટે સફાઈ કર્મચારીનું મોત, નારોલ-અસલાલી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત, નાના ચિલોડા ખાતે ટ્રકની અડફેટે મહિલાનું મોતનું મોત, નારોલ-વિશાલા રોડ પર ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત અને સોલા બ્રિજ નીચે કિયા કારની ટક્કરે બાઈક સવાર 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યુ હતુ.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સર્જાયેલા 6 અકસ્માતોમાં 6 લોકોના મોત નીપજતાં હતા. જેમાં પ્રથમ અકસ્માતના બનાવમાં અપોલો સર્કલથી ઈન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર જર્મન ગ્રીન સિટી સામે રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 20 વર્ષીય પ્રદીપ શુક્લાને ફુલ સ્પીડમાં આવતી બસે અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓના કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માતના બીજા બનાવમાં રાત્રે વિસત સર્કલ પાસે BRTS રેલિંગની સફાઈનું કામ કરી રહેલા વટવાના 20 વર્ષીય અબ્દુલ રહેમાન શેખને 108 એમ્બ્યુલન્સે અડફેટે લીધો હતો. ઇમરજન્સી લાઈટ કે સાયરન ચાલુ રાખ્યા વિના બેદરકારીથી ચલાવાતી એમ્બ્યુલન્સની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એલ ડિવિઝન પોલીસે 108ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અકસ્માતના ત્રીજા બનાવમાં રાત્રે નારોલ-અસલાલી માર્ગ પર શાહવાડી પાસે રસ્તો ઓળંગતા મજૂરીકામ કરતા 11 વર્ષીય ભરત વૈષ્ણવને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે.

શહેરમાં અકસ્માતના ચોથા બનાવમાં શનિવારે નાના ચિલોડાના 50 વર્ષીય રીતુબહેન રામચંદાણી રાધાસ્વામી સત્સંગ (મેદરા) ખાતે સેવા આપવા પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન નાના ચિલોડા સર્કલ નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે અકસ્માતના પાંચમાં બનાવમાં શનિવારે નારોલ-વિશાલા રોડ પર દેવ હોટેલ નજીક બેફામ ઝડપે આવતા ટેન્કરે બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા દાણીલીમડાના 47 વર્ષીય નરેન્દ્રકુમાર લેઉવા રસ્તા પર ફેંકાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો મિત્ર મોહંમદ યુનુસ ઈજાગ્રસ્ત થયો હતો. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કરચાલક ધર્મેન્દ્રસિંહ રાજપૂત સામે કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના 6ઠ્ઠા બનાવની વિગત એવી છે કે,  શનિવારે રાક્ષે રાત્રે સિમ્સ ચોકડી પાસે પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવી પરત ફરી રહેલા સોલાના 18 વર્ષીય રાહુલ ઠાકોરની બાઈકને સોલા બ્રિજ નીચે પૂરપાટ આવતી કારે ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાહુલનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular