Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં કોંગ્રેસના યુવા મોરચા દ્વારા EC જ્ઞાનેશકૂમાર સામે વિરોધ-પ્રદર્શન કરાયું

અમદાવાદમાં કોંગ્રેસના યુવા મોરચા દ્વારા EC જ્ઞાનેશકૂમાર સામે વિરોધ-પ્રદર્શન કરાયું

અમદાવાદ, 02 નવેમ્બર, 2026 : Congress Youth Front holds protest against EC Gyanesh Kumar શહેરના વસ્ત્રાપુરમાં આજે કોંગ્રેસના યુવા મોરચા દ્વારા દેશના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતુ. અંધજન મંડળથી વસ્ત્રાપુર સુધી વિરોધ માર્ચ યોજીને યુવા કાર્યકર્તાઓએ “જ્ઞાનેશ કુમાર ઈસ્તીફા દો” ના નારા લગાવ્યા હતા. પોલીસે કડક બંદોબસ્ત કાર્યકરોની અટકાયત કરી હતી. કેટલાક કાર્યકરોએ પોલીસ વાન પર ચડીને નારેબાજી કરી હતી.

દિલ્હી ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના પગલે ‘હર શહર જંતર મંતર’ના સ્લોગન સાથે અમદાવાદમાં પણ Gen-Z, કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયુ  હતું. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના રાજીનામાની મુખ્ય માગ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત IIM રોડ પર 300થી વધુ પોલીસ જવાનો ખડકી દેવાયા હતા અને આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. જોકે, આયોજકોએ વ્યૂહરચના બદલીને IIM રોડને બદલે અંધજન મંડળ ખાતેથી વિરોધ પ્રદર્શન શરૂ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોંગ્રેસ યુવા અગ્રણીઓ, NSUI કાર્યકરો અને Gen-Z યુવાનોએ હાથમાં બેનરો સાથે અંધજન મંડળથી માનસી સર્કલ સુધી પદયાત્રા રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ કૂચ દરમિયાન કાર્યકરોએ ‘વોટ ચોર કહાં મિલેગા, બીજેપી કે દફતર મેં’ જેવા આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા.

માનસી સર્કલ પર પ્રદર્શનકારીઓને રોકવા પોલીસ બસ આવી પહોંચતા કેટલાક આંદોલનકારીઓ ઉત્સાહમાં આવીને બસની છત પર ચડી ગયા હતા અને ‘મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપો’ના નારા લગાવ્યા હતા. બસ પર ચડેલા દેખાવકારોને નીચે ઉતારવાની પ્રક્રિયા દરમિયાન એક પ્રદર્શનકારી નીચે પટકાતાં માહોલ તંગ બન્યો હતો અને પોલીસ તથા કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ વણસતાં પોલીસે બળપ્રયોગ કરીને તમામ પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular