Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં બાળકોના ડ્રોપઆઉટ સંદર્ભે 4થી ડિસેમ્બરથી સર્વે કરાશે

સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં બાળકોના ડ્રોપઆઉટ સંદર્ભે 4થી ડિસેમ્બરથી સર્વે કરાશે

સુરેન્દ્રનગર, 26 નવેમ્બર, 2026 : Survey regarding dropout of children in schools જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે શિક્ષણથી વંચિત રહી ગયેલાં બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ સર્વે હાથ ધરવામાં આવશે. આગામી 4થી 10 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ સર્વેમાં 6થી 18 વર્ષની વયજૂથનાં બાળકોને આવરી લેવામાં આવશે. જેમાં ધોરણ 1થી 12 સુધી ક્યારેય શાળામાં પ્રવેશ ન મેળવ્યો હોય તેવા બાળકો તેમજ ધોરણ 12 પૂર્ણ કર્યા વિના અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારાં એટલે કે ડ્રોપઆઉટ થયેલા બાળકોની ઓળખ કરવામાં આવશે.

જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રોપઆઉટ સંદર્ભે આ સર્વે જિલ્લાની તમામ શાળાઓ મારફતે હાથ ધરવામાં આવશે. તેમાં શિક્ષણથી વંચિત તમામ બાળકોની સાથે દિવ્યાંગ બાળકોને પણ આવરી લેવામાં આવશે. સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય આવા બાળકોની ઓળખ કરીને તેમને ફરીથી શિક્ષણ સાથે જોડવાનો અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. સર્વેની કામગીરીમાં સરકારના તમામ વિભાગો, જાહેર જનતા અને NGOને સહભાગી બનાવાશે. સર્વે દરમિયાન કોઈ વિસ્તારમાં શાળાએ ન જતાં અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારાં બાળકો ધ્યાને આવે તો તેની જાણ નજીકની સરકારી શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડિનેટર, તાલુકાના બીઆરસી કો-ઓર્ડિનેટર અથવા જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષાને કરી શકાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણથી વંચિત બાળકો અંગેની માહિતી સંબંધિત કચેરીને લેખિત, મૌખિક અથવા ટેલિફોનિક રીતે આપી શકાશે. આ ઉપરાંત વધુ માહિતી મેળવવા અથવા આવા બાળકોની જાણ કરવા માટે સમગ્ર શિક્ષાના ટોલ ફ્રી નંબર 1800-233-3153 પર સંપર્ક કરી શકાશે. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સંબંધિત વિભાગોને આ સર્વેમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img