1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા
અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા

અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા

0
Social Share

અંબાજી, 24 મે, 2026 : Biker dies after being hit by dumper યાત્રાધામ અંબાજીમાં  જીઆઈડીસી નજીક પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, અંબાજી નજીક જીઆઈડીસી પાસે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ, જ્યારે બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ અંબાજી જીઆઈડીસીથી રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા એક ડમ્પરે બાઈકને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ડમ્પરનું વ્હીલ બાઈક ચાલકના શરીર પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત સમયે બાઈક પર બે લોકો સવાર હતા. જેમાં ચાલકનું મોત થયું હતુ, જ્યારે પાછળ બેસેલી વ્યક્તિને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્તને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.  અકસ્માતની જાણ થતાં જ અંબાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code