અમદાવાદ, 10 મે 2026: Temperature will reach 45 degrees in 5 days ગુજરાતભરમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. રાજ્યના પાંચ જિલ્લામાં તામપાનનો પારો 43° ડિગ્રીને વટાવી ગયો છે. આજે કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.3°C તાપમાન નોંધાયું હતું, અસહ્ય ગરમીને લીધે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.
રાજ્યભરમાં આકાશી અગન વર્ષા સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. જ્યારે આવતા સપ્તાહમાં સૂર્યપ્રકોપ વધુ આકરો બનવાની તથા તાપમાન 45 ડીગ્રીએ પહોંચવા સાથે રાજ્યના કેટલાંક ભાગોમાં હિટવેવ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતી કાલે સામવારે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવનો સામનો કરવો પડશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સમી, હારિજ, મહેસાણા, હિંમતનગર અને સાબરકાંઠામાં પણ ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ ગરમીનો કહેર યથાવત રહેશે. 15 મે બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. પરંતુ ત્યાં સુધી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.


