Homeગુજરાતીગુજરાતવડોદરાના અનગઢ ગામે વીજ કરંટ લાગતા માતા-પૂત્રનું મોત

વડોદરાના અનગઢ ગામે વીજ કરંટ લાગતા માતા-પૂત્રનું મોત

વડોદરા, 29 એપ્રિલ 2026: Mother and son die of electrocution  જિલ્લાના અનગઢ ગામે ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં વીજળીનો કરંટ લાગતા માતા-પૂત્રના મોત નિપજ્યા હતા. તાર પર સુકાયેલા કપડા લેવા માટે જતા પૂત્રને વીજ કરંટ લાગ્યા હતો. આથી તેને બચાવવા માટે માતા દોડી આવી હતી. અને બન્નેના વીજ કરંટથી મોત નિપજ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના અનગઢ ગામે આવેલા ઇન્દિરા આવાસના મકાનમાં પરિવાર દ્વારા કપડાં સૂકવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘરમાં સૂકવેલા કપડાં લેવા માટે પહેલા પુત્ર ગયો હતો, જ્યાં તેને અચાનક કરંટ લાગ્યો હતો. પુત્રને બચાવવા જતા માતા પણ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા માતા અને પુત્રને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને તપાસ્યા હતા, પરંતુ ગંભીર અસરને કારણે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં પુત્ર સુરેશ ડાહ્યાભાઈ કટારિયા અને માતા લખીબેન ડાહ્યાભાઈ કટારિયાનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પાદરાના ડબકા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. અનગઢ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના બે સભ્યોના કરંટ લાગવાથી મોત થતાં અનગઢ ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

સંબંધિત લેખો

Most Popular