1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં સ્કૂલવાન અને સિટી બસ વચ્ચે અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓને ઈજા
રાજકોટમાં સ્કૂલવાન અને સિટી બસ વચ્ચે અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓને ઈજા

રાજકોટમાં સ્કૂલવાન અને સિટી બસ વચ્ચે અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓને ઈજા

0
Social Share

અમદાવાદ, 29 એપ્રિલ 2026: 5 students injured in accident between school van and city bus  શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટી ટાંકી ચોક પાસે આજે સવારે એક ખાનગી સ્કૂલવાન પૂરપાટ ઝડપે વળાંક લેવા જતાં સામેથી આવતી સિટીબસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. વાનમાં સવાર 5 વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટી ટાંકી ચોક પાસે આજે સવારે એક ખાનગી સ્કૂલવાન સિટીબસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  સ્કૂલવાન (GJ.03.FD.2628) ઈગલ ઓફિસ તરફથી આવી મોટી ટાંકી ચોક પાસે જમણી તરફ વળાંક લઈ કોટક સ્કૂલ તરફ જઈ રહી હતી. સિટીબસ (GJ.03.BZ.4175) લીમડા ચોક તરફથી આવી મોટી ટાંકી ચોક તરફ જતી હતી. સ્કૂલવાનચાલકે અચાનક અને વધુ સ્પીડમાં વળાંક લેતા બસચાલક બ્રેક મારે તે પહેલા જ વાનનો પાછળનો ભાગ બસ સાથે અથડાયો હતો.અને વાન પલટી ગઈ હતી. સ્કૂલ વાનમાં 5 જેટલી વિદ્યાર્થિનીઓ સવાર હતી, સદનસીબે જાનહાની થવા પામી નથી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાનને ઉભી કરી અંદર ફસાયેલી બાળકીઓને બહાર કાઢી હતી.

 સીસીટીવીમાં જોવા મળે છે કે, સ્કૂલવાન ચાલક ઉતાવળમાં હતો. રોડ ક્રોસ કરતી વખતે સ્પીડ ધીમી કરવાને બદલે પૂરપાટ ઝડપે વળાંક લેતા આ દુર્ઘટના ઘટી હતી. જો સિટીબસ ચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક ન મારી હોત તો મોટી જાનહાનિ થઈ હોત. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code