1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં RTEની 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા, 4થી મેએ પ્રથમ રાઉન્ડ
અમદાવાદમાં RTEની 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા, 4થી મેએ પ્રથમ રાઉન્ડ

અમદાવાદમાં RTEની 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા, 4થી મેએ પ્રથમ રાઉન્ડ

0
Social Share

 અમદાવાદ, 29 એપ્રિલ 2026: 38333 forms filled against 14200 seats of RTE,  રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રકિયા હાથ ધરાતા અમદાવાદમાં 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા છે. પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં RTE માં પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયામાં કોઈને કોઈ દસ્તાવેજ ખૂટવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ફોર્મ રિજેક્ટ થયું હોય તો તેવા વાલીઓને ખૂટતા દસ્તાવેજ અપલોડ કરવા માટેની વધુ એક તક આપવામાં આવી છે. જે અંતર્ગત RTE અંતર્ગત રિજેક્ટ થયેલા ફોર્મ સામે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. હવે આગામી 4 મે એ પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ હેઠળ અરજીઓ મંગાવીને વાલીઓની આવક સહિતના દસ્તાવેજો તપાસીને પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે આરટીઈ અંતર્ગત વાલીઓ પાસેથી અરજીઓ મંગાવ્યા બાદ તેની મુદતમાં વધારો કર્યો હતો. અને તેની પણ મુદત પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેરમાં આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે. શહેરની ખાનગી શાળાઓમાં RTE માં પ્રવેશ માટેની 14200 બેઠકો છે તેની સામે 38333 ફોર્મ ભરાયા છે. એટલે કે, ત્રણ ગણા ફોર્મ ભરાયા છે.

 જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ અરજીઓના રિજેક્ટ થયેલા ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રક્રિયામાં જે વાલીઓએ ઉતાવળે ફોર્મ ભરાયું હોય અને તેમાં કોઈ દસ્તાવેજ ખૂટી રહ્યા હોય તેઓને ખૂટતા દસ્તાવેજ જમા કરાવવા માટે વધુ એક તક આપવામાં આવી હતી. જે અંતર્ગત 27, 28 અને 29 એપ્રિલ સુધી વાલીઓ દસ્તાવેજ અપલોડ કરી શકે છે. જે મુજબ RTE અંતર્ગત રિજેક્ટ થયેલા ફોર્મ સામે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. અમદાવાદમાં ભરાયેલા ફોર્મમાં 1869 ફોર્મ કોઈને કોઈ કારણસર રિજેક્ટ થયા છે. જ્યારે આગામી 4 તારીખથી પ્રથમ એડમિશન માટેનો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, RTE હેઠળ પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેતી બેઠકો માટે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. જેનો નિર્ણય આગામી દિવસોમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code