Homeગુજરાતીગુજરાતસચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે શખસો બિહાર-ઝારખંડથી પકડાયા

સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે શખસો બિહાર-ઝારખંડથી પકડાયા

અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026 : Two accused arrested for threatening to blow up the Secretariat with a bomb ફેક ઈ-મેઈલ દ્વારા ગુજરાત વિધાનસભા, સચિવાલય સહિત સરકારી ઈમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે શખસોને ગુજરાત પોલીસે બિહાર અને ઝારખંડમાંથી દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી 5,13,847 યુનિક ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડનું લિસ્ટ મળી આવ્યું છે, જેનો ઉપયોગ ધમકી માટે કરવામાં આવતો હતો. આરોપીઓને બાંગ્લાદેશમાં રહેતા એક સાગરિત પાશેથી નાણાકીય સહાય મળતી હોવાની પણ પૂછતાછ દ્વારા માહિતી મળી છે. પોલીસે બન્ને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ ગઈ તા. 10 સપ્ટેમ્બરે મળ્યા બાદ સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરતા ઈ-મેલનો ઉપયોગ કરનારનું લોકેશન બિહારના ભાગલપુરમાં મળ્યુ હતું. આથી પોલીસની એક ટીમને બિહાર માકલવામાં આવી હતી. અને બિહારના ભાગલપુરથી આરોપી રોશન કુમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની કડી ઝારખંડના દેવઘર સુધી પહોંચતાં મુખ્ય આરોપી ગુલશન કુમાર સિંહને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે બન્ને આરોપીને પકડીને લાવ્યા બાદ વધુ પૂછતાછ હાથ ધરવામાં આવતા આરોપીઓ પાસેથી 5,13,847 યુનિક ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડનું લિસ્ટ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ધમકી માટે કરવામાં આવતો હતો. જેના બદલામાં આરોપીઓને બાંગ્લાદેશમાં રહેતા સહ આરોપીઓ તરફથી નાણાકીય સહાય આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.

સાયબર સેલ ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું કે,ગુલશન કુમાર સિંહે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુનિક Gmail ઈ-મેલ ID અને પાસવર્ડ બનાવ્યા હોવાની માહિતી મળી છે. આરોપીઓ માત્ર ઈ-મેલ ID અને પાસવર્ડ જ નહીં, પરંતુ ઓથેન્ટિકેટર અને સીડ કોડ પણ તૈયાર કરતા હતા. ત્યારબાદ આ વિગતો આગળ વેચવામાં આવતી હતી અને તેનો ઉપયોગ થ્રેટ ઈ-મેલ મોકલવા માટે કરવામાં આવતો હતો. 10 સપ્ટેમ્બરે સચિવાલયને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલનું ID ગુલશન પાસેથી મળી આવેલી શીટમાં પણ મળ્યું છે. જોકે આ IDનો ઉપયોગ કરીને ધમકીભર્યો ઈ-મેલ બિહારથી રોશન કુમારે મોકલ્યો હતો. ગુલશન ID-પાસવર્ડ તૈયાર કરીને આગળ મોકલતો હતો, જ્યારે રોશન તેનો ઉપયોગ કરી ઈ-મેલ મોકલતો હતો.

સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં ગુલશન કુમાર સિંહના સંપર્કો બાંગ્લાદેશના કેટલાક એન્ટી-નેશનલ તત્વો સાથે હોવાની વિગતો મળી છે . પ્રાથમિક તપાસ મુજબ ગુલશન ઈ-મેલ ID-પાસવર્ડ તૈયાર કરીને બાંગ્લાદેશમાં મોકલતો હતો અને ત્યાંથી તેનો ઉપયોગ થતો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. આ માટે તેને USDT મારફતે ક્રિપ્ટો પેમેન્ટ મળતું હોવાની પણ માહિતી મળી છે. બાંગ્લાદેશી તત્વોની ચોક્કસ ભૂમિકા અને ગુલશન સાથેના તેમના સંબંધ અંગે વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

આરોપી પાસેથી બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ પૈકી કેટલા વ્યવહારો કાયદેસરના હતા અને કેટલા થ્રેટ ઈ-મેલના નેટવર્ક સાથે સંકળાયેલા હતા તે જાણવા માટે ક્રિપ્ટો વોલેટ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular