Homeગુજરાતીગુજરાતબોપલમાં પોલીસ લખેલી કારના ચાલકે નશાની કથિત હાલતમાં 6 વાહનોને ટક્કર મારી

બોપલમાં પોલીસ લખેલી કારના ચાલકે નશાની કથિત હાલતમાં 6 વાહનોને ટક્કર મારી

અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026 : Car driver allegedly intoxicated, hits 6 vehicles શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે પૂર ઝડપે આવેલી કારના ચાલકે અડધો ડઝન જેટલા વાહનચાલકોને ટક્કર મારી હતી. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. કારનો ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ બનાવનો વિડિયો પણ ઉતાર્યો હતો. બોપલ પોલીસે કાર ચાલકની અટકાયત કરી ગુનો નોધી નશામાં ધૂત વ્યક્તિ પોલીસ કર્મચારી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે, કે. શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે નશાબાજ કારચાલકે પૂર ઝડપે કાર ચલાવીને 6 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કારનો ચાલક નશામાં ચકચુર જણાતા લોકોએ કારની ચાવી કાઢી લઈને પોલીસ કંન્ટ્રોલરૂમને જાણ કરી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ કાર ચાલક એટલો બધો નશામાં ચૂર જોવા મળ્યો હતો.  કે, તેનામાં ઊભા રહેવાના પણ હોશ નહોતા. બોપલ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને કારચાલકની અટકાયત કરી હતી.

 બોપલના અક્ષરધામ બંગલોઝ રહેતા નિશિથ શાહે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સાંજના 8:30 વાગ્યાની આસપાસ જોરથી અવાજ આવતા તેઓ ઘરની બહાર ગયા ત્યારે એક ગ્રે કલરની i10 કારનો ચાલક બેદરકારી રીતે ગાડી ચલાવી તેમની ડસ્ટર કારને અથડાવી આગળ જઈ રહ્યો હતો. i10 કાર આગળ જઈને ઉભી રહી ગઈ હતી. i10 કારના ચાલકે એક વાહન નહીં પરંતુ બે ફોર વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. સ્થાનિકોએ આ પોલીસ લખેલી કારમાં બેઠેલા વ્યક્તિને રોક્યો ત્યારે કારચાલકને કોઈ હોશ જ ન્હોતા. કારચાલક સંપૂર્ણ દારૂના નશામાં હોય તેમ લાગી રહ્યું હતું. પોલીસે સ્થળ પર તપાસ કરી અકસ્માત કરનાર પ્રદ્યુમનસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular