અમદાવાદ, 15 મે 2026: 227 trees were illegally cut in Ahmedabad in one year શહેરમાં મ્યુનિના બગીચા વિભાગની લાપરવાહીથી શહેરના રોડ-રસ્તાઓ પર ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવે છે. હાલ વૃક્ષોના ટ્રિમિંગના નામે પણ આડેધડ લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના ગ્રીન કવરમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષના સમયમાં ૨૨૭ વૃક્ષો ગેરકાયદે કાપી નાંખવામા આવ્યા છે. લીલાછમ વૃક્ષો બગીચા વિભાગની નજર સામે કાપવામા આવ્યા હોવા છતાં ખાતા તરફથી માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માનવામા આવ્યો છે. શહેરના સાત ઝોનમાંથી ૧૫૨૯ વૃક્ષ કાપવા માટે મંજૂરી માંગવામા આવી હતી.જે સામે ૫૧૪ અરજી બગીચા વિભાગે મંજૂર કરી છે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં વર્ષ-૨૦૨૬-૨૭માં પચાસ લાખ વૃક્ષો વાવવાની તૈયારી કરવામા આવી રહી છે. જયારે વાસ્તવિકતા એ છે કે, શહેરમાં એક વર્ષના સમયમાં ૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નાંખવામા આવ્યા છે. ગેરકાયદેસર વૃક્ષ બગીચા વિભાગની નજર સામે કાપવામા આવ્યા હોવા છતાં ખાતા તરફથી માત્ર નોટિસ આપી કામગીરી કર્યાનો સંતોષ માનવામા આવ્યો છે.સાત ઝોનમાંથી ૧૫૨૯ વૃક્ષ કાપવા માટે મંજૂરી માંગવામા આવી હતી.જે સામે ૫૧૪ અરજી બગીચા વિભાગે મંજૂર કરી છે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બગીચા ખાતુ વિવાદનુ કેન્દ્ર બનેલુ છે.મિશન મિલીયન ફોર અંતર્ગત રુપિયા ૬૯ કરોડનો ખર્ચ પ્લાન્ટેશન માટે મંજૂર કરવામા આવ્યો હતો.જે સામે ખર્ચની રકમ રુપિયા ૧૩૬ કરોડ સુધી પહોંચી જતા મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ મંજૂર કરવાની ના પાડી દીધી હતી.દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા વીકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે એક દિવસ અગાઉ જેમની બદલી થઈ છે એવા પૂર્વ ડેપ્યુટી કમિશનરની બગીચા ખાતાની નિષ્ફળ કામગીરીને લઈ વખતોવખત ટીકા કરી હતી.મિશન ફાઈવ મિલિયન અભિયાન માટે મ્યુનિસિપલ કમિશનરને આગેવાની લેવી પડે એ જ બતાવે છે કે, બગીચા ખાતાની કેટલી હદે નબળી કામગીરી છે. હાલ ચોમાસા પહેલા શહેરના રોડ પરના વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આડેધડ ટ્રીમિંગ કરીને વૃક્ષોને બોડા કરી દેવામાં આવી રહ્યા છે. ભર ઉનાળે રોડ પર ઠંડક આપતા વૃક્ષોના આડેધડ કટિંગ સામે વિરોધ ઊઠ્યો છે.


