1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં મવડી રોડ પર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગતા 30 ટુવ્હીલર બળીને ખાક
રાજકોટમાં મવડી રોડ પર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગતા 30 ટુવ્હીલર બળીને ખાક

રાજકોટમાં મવડી રોડ પર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગતા 30 ટુવ્હીલર બળીને ખાક

0
Social Share

રાજકોટ, 03 માર્ચ 2026: Dreamcity Apartment parking lot fire શહેરના કણકોટ-મવડી મેઈન રોડ પર આવેલા ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગઈ મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પાર્કિંગમાં પડેલા અંદાજે 30 જેટલા ટુ-વ્હીલર અને સાયકલો બળીને ખાક થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક બીમાર વૃદ્ધા અને દિવ્યાંગ યુવાનને ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના મવડી કણકોટ રોડ ઉપર ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના વિંગ Eના પાર્કિંગમાં રાત્રે 12.40 કલાકે આગ લાગતા રહિશો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. સતત 40 મિનિટ પાણીનો મારો ચલાવીએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને કારણે અંદાજિત 25થી 30 જેટલા ટુ-વ્હીલર વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આ ઉપરાંત પાંચથી સાત જેટલી સાયકલ પર આગની ઝપેટમાં આવી ગઈ હતી. જો કે 10 ટુ વ્હીલર અને 40 જેટલી કાર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી.

સ્થાનિકો રહિશાના કહેવા મુજબ મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને નુકસાનનો કોઈ ચોક્કસ આંકડો પણ જાણવા મળ્યો નથી. જોકે આ દરમિયાન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક પાવર કટ કરી નાખવામાં આવતા નવમા માળે રૂમ નંબર 902માં રહેતા બિમાર શોભનાબેન અને 8મા માળે દિવ્યાંગ પીન્ટુભાઇ કાલરીયા ફસાઈ ગયા હતા. જોકે બંનેને ફાયર બ્રિગેડની સ્ટ્રેચર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code