1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિકોલમાં પૂરફાટ ઝડપે BMW કાર રિક્ષાને ટક્કર મારી AMTS બસસ્ટેન્ડમાં ઘૂંસી ગઈ
નિકોલમાં પૂરફાટ ઝડપે BMW કાર રિક્ષાને ટક્કર મારી AMTS બસસ્ટેન્ડમાં ઘૂંસી ગઈ

નિકોલમાં પૂરફાટ ઝડપે BMW કાર રિક્ષાને ટક્કર મારી AMTS બસસ્ટેન્ડમાં ઘૂંસી ગઈ

0
Social Share

અમદાવાદ,20 એપ્રિલ 2026: BMW car hits rickshaw and enters AMTS bus stand શહેરના પૂર્વ એવા નિકાલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે પૂરફાટ ઝડપે  EV – BMW કાર રિક્ષાને ટક્કર મારીને એએમટીએસના બસ સ્ટેન્ડમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.  અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું હતું. તેમજ 2.25 કરોડની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પૂરઝડપે જતી કારના CCTV સામે આવ્યા છે. બનાવ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટના સ્થળે એકઠા થયેલા લોકોના કહેવા મુજબ અકસ્માત બાદ કાર ચાલકને એક બુલેટ પર આવેલો યુવક લઈને નાસી ગયો હતો. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. BMW કારની માલિકી કંપનીની જ છે, આ ગાડી ડેમો માટે આપવામાં આવી હતી.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code