1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજુલા નજીક ધાતરવડી નદીમાં નહાવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત
રાજુલા નજીક ધાતરવડી નદીમાં નહાવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત

રાજુલા નજીક ધાતરવડી નદીમાં નહાવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત

0
Social Share

અમરેલી, 15 મે 2026: Two children drown while bathing in the Dhataravadi river જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે ઘાતરવડી નદીમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી  મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કાળઝાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. અસહ્ય બફારા અને ગરમીથી બચવા માટે લોકો ઠંડકનો આશરો લઈ રહ્યા છે, ત્યારે રાજુલાના ખાખબાઈ ગામ નજીક વહેતી ઘાતરવડી નદીમાં નહાવા ગયેલા બે કિશોરો ડૂબી જતા મોત નિપજ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજુલાના ધાખડા નગર વિસ્તારમાં રહેતા બે કિશોરો ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં નહાવા પડ્યા હતા. જોકે, પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. ભારે શોધખોળ બાદ 15 વર્ષીય ગાંડુભાઈ પરમાર અને 15 વર્ષીય દક્ષ ડોડીયાના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી બંને પરિવારો પર શોક વ્યાપી ગયો છે: એકસાથે બે આશાસ્પદ કિશોરોના અકાળે અવસાનથી ધાખડા નગર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા પણ લોકોને અજાણ્યા જળાશયોમાં નહાવા ન પડવા અપીલ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code