1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પેટ્રોલમાં 15.3 ટકા અને ડીઝલમાં 32.4 ટકા વેચાણમાં વધારો
ગુજરાતમાં પેટ્રોલમાં 15.3 ટકા અને ડીઝલમાં 32.4 ટકા વેચાણમાં વધારો

ગુજરાતમાં પેટ્રોલમાં 15.3 ટકા અને ડીઝલમાં 32.4 ટકા વેચાણમાં વધારો

0
Social Share

અમદાવાદ, 2 જુન, 2026 : Petrol and diesel sales increase વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા માટે લોકોને અપીલ કરી છે, ત્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ગયા મે મહિનામાં પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવ અને પુરવઠાની પણ ચિંતા વચ્ચે આ બન્ને ઈંધણના વેચાણમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વધારો થતા રાજય સરકારની ‘વેટ’ આવક પણ વધી છે. રાજયમાં મે મહિનામાં ડીઝલના વપરાશમાં 32.4% જેવો ઉંચો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલનો વપરાશ પણ 15.3% વધ્યો છે જે દર્શાવે છે કે ઈંધણના વધેલા ભાવ એ લોકોને તેમના રોજબરોજના કામકાજમાં ઈંધણનો ઉપયોગ કરતા રોકી શકાયા નથી અને કરકસરની પણ લોકો ચિંતા કરતા નથી.

ગુજરાતમાં ઈંધણ પુરુ પાડતી ત્રણ સરકારી કંપનીમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન,  ભારત પેટ્રોલિયમ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા સરકારને આપવામાં આવેલા આંકડા મુજબ રાજયમાં ડીઝલનું વેચાણ વધીને 1.74 લાખ કિલોલીટર નોંધાયુ છે. જે ગત વર્ષે મે માસમાં ડીઝલ વેચાણ 5.37 લાખ કિલોલીટર હતુ જે 7.11 લાખ કિલોલીટર વધુ છે. હાલ ખેતીની મૌસમ નજીક આવી છે. જેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં ડીઝલનો ઉપયોગ વધ્યો છે તો બીજી તરફ પુરવઠા અંગે અનિશ્ર્ચિતતા હોવાથી થોડો સંગ્રહ પણ થયો છે. બીજી તરફ પેટ્રોલ વેચાણમાં 15.3% નો જે વધારો થયો છે. તેમાં મે મહિનામાં કુલ પેટ્રોલ વેચાણ 307926 લાખ કિલોલીટર નોંધાયુ છે. જે ગત વર્ષે આ સમયગાળામાં 267087 લાખ કિલોલીટર હતુ. આમ કુલ 40840 લાખ કિલોલીટર વધુ નોંધાયુ છે.

ગુજરાતમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. તેના લીધે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધ્યો છે. ડીઝલના વધેલા વપરાશ સંદર્ભે ઓઈલ માર્કેટીંગ કંપનીઓનું કહેવું છે કે બલ્ક ડીઝલ એટલે કે ઔદ્યોગિક વપરાશના જથ્થાબંધ ખરીદનારાઓ હવે રીટેલ પેટ્રોલપંપ ભણી ખરીદીમાં વધ્યા છે. કારણ કે જથ્થાબંધ ડીઝલના ભાવ ખૂબ જ વધ્યા છે તેની સામે રીટેલ પંપ પર વેચાતું ડિઝલ સસ્તુ છે. જેથી ‘કેરબા’ ભરાઈ રહ્યા છે. જો કે તેની સામે તંત્રએ ભાગ્યે જ કોઈ પગલા લીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code