Homeગુજરાતીગુજરાતસુરતના કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર ઠેર ઠેર ખાડા

સુરતના કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર ઠેર ઠેર ખાડા

સુરત, 16 સપ્ટેમ્બર,2026 : Potholes are everywhere on the road from Kamela Darwaja to the railway station મહાનગર એવા સુરતની ગણતરી સ્માર્ટસિટી તરીકે થાય છે. ત્યારે સ્માર્ટસિટીના રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા છે. વરસાદને લીધે રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. શહેરના રિંગરોડ પર કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના એક કિલોમીટરના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ એક કિમીના રોડ પર ઠેર ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય છે. ટુ-વ્હીલરચાલકો ખાડાઓને તારવવા માટે સર્પાકારે બાઈક કે સ્કૂટર ચલાવતા હોવાથી અકસ્માત થવાની ભીતી રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

સુરત શહેરમાં કમેલા દરવાજાથી રેલવે સ્ટેશન જવાના રસ્તા પર તમે ખાડા ગણતા થાકી જાવ, પણ ખાડા પૂરા ન થાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તાર એશિયાની સૌથી મોટી કાપડ મંડી તરીકે ઓળખાય છે, જ્યાં 100થી વધુ કાપડ માર્કેટ આવેલા છે. આ વિસ્તારમાં દરરોજ લાખોની સંખ્યામાં વેપારીઓ, શ્રમિકો અને ખરીદી કરવા આવતા લોકોની અવરજવર રહે છે. બસ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના હજારો વાહનો રોજેરોજ અહીંથી પસાર થાય છે. પરંતુ છેલ્લા બે  દિવસથી પડેલા વરસાદને કારણે રોડ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને તેમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે અનેક લોકોના વાહનો બગડી ગયા છે. એટલું જ નહીં, ટેક્સટાઇલ માર્કેટનો વિસ્તાર હોવાથી અહીંથી માલસામાનની હેરફેર મોટા પ્રમાણમાં થાય છે. જીવલેણ ખાડાઓના કારણે કેટલાક વેપારીઓ અને ટેમ્પો ચાલકોનો કીમતી માલસામાન સીધો ખાડાના પાણીમાં પડી જવાના બનાવો પણ બન્યા છે. વાહનચાલકોની કમર તો તૂટી જ રહી છે, સાથે જ તેમના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.

સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં આવી હાલાકીનો સામનો કર્યા બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્રોશ છે કે તેઓ નિયમિતપણે કોર્પોરેશનને ટેક્સના લાખો રૂપિયા ભરે છે, તેમ છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. વરસાદ આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે. સુવિધાના નામે માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular