Homeગુજરાતીગુજરાતગુજરાતમાં મંગળવારે 105 તાલુકામાં પડ્યો વરસાદ, કચ્છના મંડવીમાં 7 ઈંચ

ગુજરાતમાં મંગળવારે 105 તાલુકામાં પડ્યો વરસાદ, કચ્છના મંડવીમાં 7 ઈંચ

અમદાવાદ, 16 સપ્ટેમ્બર,2026 : 105 talukas received rain on Tuesday, 7 inches in Kutch-Mandavi ગુજરાતમાં મંગળવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 7 ઈંચ પડ્યો છે. જ્યારે કચ્છના અબડાસા, મુન્દ્રા, નખત્રાણા, ભૂજ અને લખપતમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો અને લોકોને ભારે રાહત થઈ હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, ખંભાળિયા, ભાવનગરના સિહોર, તેમજ નડિયાદ, સુરત સહિત 109 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.

શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે થોડી રાહત અનુભવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.38 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ 15.62 ટકાની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ 50 ટકાની ઘટ કચ્છમાં છે. જોકે મંગળવારે કચ્છમાં સારોએવો વરસાદ પડતા ખેડૂતોએ રાહત અનુભવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલ રાજ્યમાં લો પ્રેશર, મોંનસૂન ટ્રફ, વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય છે, જેથી વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદની આગાહીને લઈ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ઈકબાલગઢ પંથકમાં ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખેતરોમાં સુકાઈ રહેલા પાક વચ્ચે વરસાદી માહોલથી ખેડૂતોને રાહત મળી છે. હવે આગામી દિવસોમાં વધુ સારો વરસાદ પડે અને તળાવો તેમજ ડેમોમાં પાણીની આવક થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular