Homeગુજરાતીગુજરાતરફ ડાયમન્ડની અછતને લીધે હીરા ઉદ્યોગમાં મંદી, ભાવનગરમાં 800 ઓફિસનો તાળાં લાગ્યા

રફ ડાયમન્ડની અછતને લીધે હીરા ઉદ્યોગમાં મંદી, ભાવનગરમાં 800 ઓફિસનો તાળાં લાગ્યા

ભાવનગર, 30 ઑક્ટોબર 2026 : The diamond industry is in recession due to the shortage of rough diamonds રાજ્યમાં હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સુરત પછી બીજુ સ્થાન ભાવનગરનું છે. અને ભાવનગર શહેરમાં અનેક લોકો હીરા ઉદ્યોગમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. પણ  છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે રફ ડાયમંડની અછત સર્જાતાં હીરા ઉદ્યોગ ભાંગી પડ્યો છે, અનેક કારખાના તેમજ હીરા લે-વેચ માટેની 800 જેટલી ઓફિસોને તાળા લાગી ગયા છે.

ભાવનગર ડાયમંડ એસોસિએશનના સૂત્રોના કહેવા મુજબ, શહેરના નિર્મળનગર વિસ્તારની અડધોઅડધ ઓફિસો અને અનેક કારખાના બંધ થઈ ગયા છે. હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી. હાલ રોજીરોટીના અભાવે પરિવારનું ગુજરાન ચલાવવા રત્નકલાકારો ખેતમજૂરી કે છૂટક કામ કરવા લાચાર બન્યા છે. હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી પરિસ્થિતિ થોડી સ્ટેબલ થઈ હતી, પણ અમેરિકાના ટેરિફ અને ડાયમન્ડ રફની અછતને લીધે ફરીવાર મંદીની મોકાણ સર્જાઈ છે. શહેરના નિર્મળનગર વિસ્તારમાં ત્રણ ચાર વર્ષ પહેલાં 1500 ઓફિસો કાર્યરત હતી. ત્યાં માણસો ટ્રેડિંગ કામ કરતા હતા. જેમાંથી હાલ અડધી ઓફિસો, 700-800 ઓફિસો બંધ સ્થિતિમાં હશે અને અડધી ઓફિસો શરૂ હશે.

હીરા ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધથી મંદીનો માહોલ હોવાનું મુખ્ય કારણ છે. જે હીરા ધંધામાં રફ ડાયમંડની જરૂર હોય તેમાં 35થી 40% રફ ડાયમંડ એકલું રશિયા પૂરું પાડતું હતું. જે તે સમયે યુએસ કન્ટ્રીએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ કરવાનો બેન લગાવ્યો, એના હિસાબે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ અને આજની તારીખમાં એ પરિસ્થિતિ યથાવત છે.(File photo)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular