Homeગુજરાતીચંદીગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસને ઝટકો, ભાજપના ઉમેદવાર જીત્યાં

ચંદીગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસને ઝટકો, ભાજપના ઉમેદવાર જીત્યાં

નવી દિલ્હીઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના હરપ્રીત કૌર બાબલાએ મેયરની ચૂંટણી જીતી લીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાણવા મળે છે.

ભાજપના ઉમેદવારને 19 મત મળ્યા, જે બહુમતીનો આંકડો છે. કુલ ૩૬ મત પડ્યા હતા. ભાજપ પાસે 16 કાઉન્સિલરો છે, આવી સ્થિતિમાં AAP-કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસના 6 કાઉન્સિલર છે. ગૃહમાં કુલ 35 કાઉન્સિલરો હતા, જ્યારે ચંદીગઢના સાંસદ મનીષ તિવારીને પણ એક મત મળ્યો હતો. આપ-કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હોવા છતાં, ભાજપે મેયરની ચૂંટણી જીતી લીધી છે. આમ આદમી પાર્ટીએ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં પ્રેમ લતાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે હરપ્રીત કૌર બાબલા સાથે સ્પર્ધા કરી રહી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular