1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયા કાંઠેથી પાકિસ્તાની બિનવારસી બોટ મળી
કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયા કાંઠેથી પાકિસ્તાની બિનવારસી બોટ મળી

કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયા કાંઠેથી પાકિસ્તાની બિનવારસી બોટ મળી

0
Social Share

ભૂજ, 17 જુલાઈ 2026 : An unclaimed Pakistani boat was found on the coast in the Creek area કચ્છના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો પેટ્રોલિંગ હતા તે દરમિયાન  સરક્રિક વિસ્તારમાંથી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. આ પાકિસ્તાની બોટ ભારતીય સરહદમાં કયા હેતુસર ઘૂસી આવી હતી. અથવા તેને કયા હેતુ માટે મોકલવામાં આવી હતી, તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

 કચ્છના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં  બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પેટ્રોલિંગ કરતી વખતે સરક્રિક વિસ્તારમાંથી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. જેને લઈને સરહદ પર તહેનાત તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક બની ગઈ છે અને સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.  પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

કચ્છ જિલ્લો રણ, ડુંગર, દરિયાકિનારો અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી અહીં ઘૂસણખોરીના પ્રયાસો વધુ થતા રહે છે. આ સંવેદનશીલતાને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે છે. BSFની ટીમ ક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને આ બોટ નજરે પડી હતી. બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડતા સુરક્ષા દળોએ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ દરિયાઈ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. હાલ કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.

આ પાકિસ્તાની બોટ ભારતીય સરહદમાં કયા હેતુસર ઘૂસી આવી હતી અથવા તેને કયા હેતુ માટે મોકલવામાં આવી હતી, તે અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. બોટની અંદર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ આતંકી સામગ્રી, ડ્રગ્સ કે હથિયારો છુપાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code