1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં
ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં

ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં

0
Social Share

 અમદાવાદ, 13 મે 2026 : Swimming pool has been closed for 7 years   રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ કેમ્પસમાં વર્ષ 2018માં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઓલિમ્પિક કક્ષાનો આધુનિક સ્વિમિંગ પુલ છેલ્લા સાત વર્ષથી વપરાશ વિના બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલ બનાવ્યા બાદ એમાં એકપણ વાર પાણી ભરવામાં આવ્યું નથી, કે કોઈ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન પણ કરાયું નથી. આ સ્વિમિંગ પુલ હાલ શોભાના ગાઠિયારૂપ બની ગયો છે. લાંબા સમયથી ઉપયોગ ન થવાને કારણે સ્વિમિંગ પુલનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી ખરાબ થઈ રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અંદાજે 30 કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં 25×50 મીટરનો ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ પણ અંદાજે 7 કરોડના ખર્ચે બવાનવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પુલને ભરવા માટે 22 લાખ લીટર પાણીની ક્ષમતા અને અત્યાધુનિક ફિલ્ટ્રેશન સિસ્ટમ જેવી મોંઘી મશીનરી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સ્વિમિંગ પુલનો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આજ દિન સુધી તેમાં એક પણ વાર પાણી ભરવામાં આવ્યું નથી કે કોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નથી. લાંબા સમયથી ઉપયોગ ન થવાને કારણે હવે આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી ખરાબ થઈ રહ્યા છે.

આ મુદ્દે વિરોધ નોંધાવતા ગુજરાત NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી લેવા છતાં તેમને સુવિધા આપવામાં આવતી નથી. રાજ્યમાં 2030માં ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બનેલી સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે. જો આગામી 15 દિવસમાં આ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં નહીં આવે, તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code