1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન
વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન

વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન

0
Social Share

વડોદરા, 16 જુલાઈ, 2026 : People are troubled by contaminated tap water in Ward No. 1 , શહેરના કેટલાક વિસ્તારમાં પાણીના વિતરણમાં ખામીને લીધે લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતું નથી. જ્યારે શહેરના વોર્ડ નંબર-1માં આવેલી સોસાયટીઓમાં નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. નળમાંથી કાળું પાણી આવતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહિશોએ આં અંગે મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆતો કરી છે. દૂષિત પાણીથી રોગચાળો ફાટી નિકળવાનો ભય છે.

વડોદરા શહેરના વોર્ડ નંબર- 1માં આવેલા જેતુન નગર તેમજ તેની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા કેટલાય સમયથી નળમાં દૂષિત પાણી આવી રહ્યું છે. મ્યુનિ. દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે જે અત્યંત દૂષિત અને દુર્ગંધવાળો હોવાનું સ્થાનિક રહિશો કહી રહ્યા છે.  આ અંગે સ્થાનિક રહીશોએ અનેકવિધ રજૂઆત કરી છે. છતાં તેનો કોઈ નિકાલ આવ્યો નથી. રહીશોએ નગરસેવકો, પાલિકાના અધિકારીઓ તમામ જગ્યાએ ફરિયાદો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.

સ્થાનિક રહીશોના કહેવા મુજબ વોર્ડ નંબર-1માં  પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોવાથી દૂષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિક વોર્ડના અધિકારીઓ સમક્ષ સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા પરંતુ તેઓની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. નળ ખોલતાની સાથે જ નળમાંથી કાળું દુર્ગંધ વાળું પાણી આવે છે જે વપરાશમાં લઈ શકાય તેમ નથી. આ વિસ્તારના લોકોએ વપરાશ માટે માટે પણ પાણી ખરીદવું પડે તેવી સ્થિતિ છે. મ્યુનિ. દ્વારા જૂની લઈને બદલવા માટેની કામગીરી તો હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ અનેક વિસ્તારમાં આ કામગીરી બાકી છે જેનો ભોગ લોકો બની રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code