અમદાવાદ, 14 સપ્ટેમ્બર, 2026 : The craze for admissions in IT, computer, engineering in diploma has decreased ડિપ્લોમા એન્જિનિયરિંગની જુદી જુદી વિદ્યાશાખાઓમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે ડિપ્લોમા ઈજનેરીની 149 કોલેજોમાં 69,751 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 39,470 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. હજુ 30,281 બેઠકો ખાલી છે. જેના માટે પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 2% જેટલી વધુ બેઠકો ગવર્મેન્ટ કોલેજમાં ભરાય છે. ગયા વર્ષે 85% ભરાઈ હતી જ્યારે આ વર્ષે 87% બેઠકો અત્યાર સુધીમાં ભરાઈ ગઈ છે. આ વખતે આઈટી અને કોમ્પ્યુટરની વિદ્યાશાખાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો છે. જ્યારે કેમિકલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિક વિદ્યાશાખામાં પ્રવેશનો સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો હતો.
ડિપ્લોમા એડમિશન કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં IT, કોમ્પ્યુટર અને કેમિકલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ વધારે હતો. ગયા વર્ષે કેમિકલ એન્જિનિયરિંગમાં લગભગ 99 % જેટલી બેઠકો ભરાઈ ગઈ હતી. તેમજ સોફ્ટ બ્રાંચ તરફ પણ વિદ્યાર્થીઓનો ઝુકાવ વધારે હતો. પરંતુ આ વખતે ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. IT માં આ વર્ષે માત્ર 72% બેઠકો જ ભરાઈ છે, જે ગયા વર્ષે 85% વધુ ભરાઈ હતી. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જે ઘણી બધી જગ્યાએ નવી બ્રાન્ચ તરીકે શરૂ કરવામાં આવી હતી. જેમાં આ વખતે માત્ર 34% જ એડમિશન થયા છે. જો કે કેમિકલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો ઝુકાવ હજુ પણ જોવા મળી રહ્યો છે, જેમાં 97% જેટલા એડમિશન થઈ ગયા છે.
પ્રવેશ સમિતિ દ્વારા ડિપ્લોમાની કુલ 149 કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 36 કોલેજ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજ છે. 113 કોલેજ સેલ્ફ ફાઇનાન્સ અને સેન્ટ્રલ ઓફ એક્સિલન્સ વાળી કોલેજો છે. આ વર્ષે કુલ 69, 751 જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જેમાં અત્યાર સુધી એટલે કે ત્રણ રાઉન્ડના અંતે 39,470 જેટલી બેઠક પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. જેથી 30,281 જેટલી બેઠકો હજુ પણ ખાલી છે. 56% જેટલું એડમિશન થઈ ગયું છે. ગયા વર્ષે ગવર્મેન્ટ કોલેજોની બેઠકમાં 85% એમડિશન થયા હતા જેની સામે આ વખતે 87% જેટલું એડમિશન થઈ ગયું છે. જેથી આ વખતે 2% જેટલો ગવર્મેન્ટ કોલેજની બેઠકોમાં વધારો થયો છે.


