1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ
સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ

સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ

0
Social Share

રાજકોટ, 28 મે, 2026 : The demand of students who failed during the Corona period was finally accepted સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં એટલે કે કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ અત્યારે એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા છે, તેમને પાસ થવા માટે છેલ્લી તક આપવાની માંગ સાથે  NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નો અગે રજૂઆત કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ કુલપતિની ગેરહાજરીમાં કુલસચિવને રૂબરૂ મળીને ‘ઝાલમૂડી અને મેલોડી’ ચોકલેટ આપી વિરોધ નોંધાવ્યો હતો. આ રજૂઆત બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

 NSUIના નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે અગાઉ ત્રણ વખત રજૂઆત કરી ચૂક્યા છીએ કે કોરોના મહામારીને કારણે 2019માં એડમિશન લેનારા અનેક વિદ્યાર્થીઓ માત્ર 1 કે 2 વિષયમાં નાપાસ હોવાથી ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. હવે નિયમ મુજબ 5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવાથી તેઓ પરીક્ષા ફોર્મ ભરી શકતા નથી. યુનિવર્સિટીએ અગાઉ વર્ષ 2011થી 2018 સુધીની બેચના વિદ્યાર્થીઓને આવી છેલ્લી તક આપી હતી, તો 2019 ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ? સમયસર પરિણામો પણ જાહેર થતા નથી, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિધાનને ટાંકીને અમે સત્તાધીશોને જગાડવા માટે ‘ઝાલમૂડી અને મેલોડી’ ખવડાવવા આવ્યા છીએ. કુલપતિ હાજર ન હોવાથી કાર્યકરોએ કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાને આ સામગ્રી સુપ્રત કરી હતી. આ રજૂઆત બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

 NSUI દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, કોરોના કાળના જે વિદ્યાર્થીઓ મેક્સિમમ એટેમ્પ્ટ (મહત્તમ પ્રયાસો) માં પણ પરીક્ષા પાસ નથી કરી શક્યા, તેમને ભવિષ્ય બગડતું અટકાવવા માટે ફરી એકવાર સ્પેશિયલ કેસ તરીકે પરીક્ષા આપવાનો મોકો આપવો. તેમજ યુનિવર્સિટીના નિયમ મુજબ પરીક્ષાના 45 દિવસમાં પરિણામ જાહેર કરવાનું આશ્વાસન અપાય છે, પરંતુ વર્તમાનમાં ઘણા કોર્ષની પરીક્ષાઓને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રિઝલ્ટ જાહેર કરાયા નથી. આ અસાધારણ વિલંબથી તેજસ્વી વિદ્યાર્થીઓનું આગળનું શૈક્ષણિક વર્ષ અને નોકરીની તકો જોખમમાં મુકાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code