Homeગુજરાતીગુજરાતપાલનપુરમાં મિલ્કતો વધતા પાલિકાને પ્રોપર્ટી ટેક્સની આવક વર્ષે 20,24 કરોડ થશે

પાલનપુરમાં મિલ્કતો વધતા પાલિકાને પ્રોપર્ટી ટેક્સની આવક વર્ષે 20,24 કરોડ થશે

પાલનપુર, 28 ઓગસ્ટ, 2026 : Municipality’s property tax revenue to reach ₹20.24 crore due to an increase in properties. શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ગાંમડાઓમાંથી અનેક લોકો રોજગારી માટે શહેરમાં વસવાટ માટે આવી રહ્યા છે. તેના કારણે એક જ વર્ષમાં 934 મિલકતો નગરપાલિકામાં નોંધાઈ છે. જેથી હવે નગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સની આવક વધીને રૂપિયા 20.24 કરોડે પહોંચશે.

પાલનપુરમાં ઝડપથી થઈ રહેલા શહેરીકરણ અને નવા બાંધકામોને લીધે નગરપાલિકાની મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં નવી 934 મિલકતોનો સર્વે બાદ ઉમેરો થતાં પાલિકાને વાર્ષિક રૂ. 1.33 કરોડનો વધુ વેરો વસૂલવા મળશે. આ સાથે જ પાલનપુરની કુલ મિલકતોનો આંકડો 68,986 પર પહોંચી ગયો છે.

પાલનપુર પાલિકાના સૂત્રોના કહેવા મુજબ શહેરીજનોને નવા માંગણા બિલ આપવાનું શરૂ કરાયું છે. જેમાં ચાલુ વર્ષે પાલિકાને વાર્ષિક રૂ. 1.33 કરોડનો વધુ વેરો વસૂલવામાં આવશે. આ અંગે શહેરમાં મિલકતોની સંખ્યા વધતા પાલિકાની આવકમાં સીધો સુધારો જોવા મળશે. અગાઉ નગરપાલિકા દ્વારા રૂ. 18.91 કરોડનો વેરો વસૂલવામાં આવતો હતો, જે હવે નવી મિલકતોના ઉમેરા બાદ વધીને રૂ. 20.24 કરોડ થઈ જશે. નોંધાયેલી કુલ મિલકતોમાં 44,316 રહેણાંક અને 24,670 બિન-રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા કરદાતાઓ માટે ખાસ વળતર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તારીખ 7 નવેમ્બર 2026 સુધી મિલકત વેરો ભરનાર કરદાતાઓને 10% વળતર નો સીધો લાભ મળશે. તા. 1 જાન્યુઆરી 2027 થી બાકી નીકળતા વેરા પર 10 ટકા દંડની રકમ સાથે વેરો ભરવો પડશે. તેથી નાગરિકોને સમયસર વેરો ભરીને વળતરનો લાભ લેવા અપીલ કરાઈ છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular