1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોત
વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું  મોત

વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોત

0
Social Share

વડોદરા, 17 મે 2026: Cylinder blast near soda shop શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ‘કન્ટેનર્સ પાર્ક’ નામનો ફૂડ ઝોન આવેલો છે. આ ફૂડ ઝોનમાં સ્થિત એક ફાઉન્ટેન સોડા શોપમાં સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સોડા બનાવવામાં વપરાતો કાર્બન ડાયોક્સાઈડનો ગેસ સિલિન્ડર દુકાનની બહાર ખુલ્લામાં તડકામાં મુકવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે સિલિન્ડર અતિશય ગરમ થઈ જતાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેનો કાટમાળ ઉડીને 700 મીટર દૂર શ્રીકુંજ ગ્રીન્સમાં પડ્યો હતો. અહીં એક ધાબા પર કામ કરી રહેલા શ્રમિકની છાતીમાં લોખંડનો કાટમાળ અથડાતા સારવાર માટે ખસેડાયો હતો. ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે. કે, શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ‘કન્ટેનર્સ પાર્ક’ નામનો ફૂડ ઝોનમાં એક ફાઉન્ટેન સોડા શોપમાં સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન સોડા બનાવવામાં વપરાતો કાર્બન ડાયોક્સાઈડનો ગેસ સિલિન્ડર દુકાનની બહાર ખુલ્લામાં તડકામાં મુકવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે સિલિન્ડર અતિશય ગરમ થઈ જતાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીંયા એક દીવાલ પણ ધરાશાયી થઈ હતી. સિલિન્ડર હવામાં ફંગોળાઈને અંદાજે 700થી 800 મીટર દૂર ‘શ્રીકુંજ સોસાયટી’માં પડ્યો હતો. જે સોસાયટીના મકાન નંબર B-46ના ધાબા પર ઉત્તર પ્રદેશના બે શ્રમિકો વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. એટલે કે હવામાંથી ઉડીને આવેલો આ ભારેખમ સિલિન્ડર સીધો આ શ્રમિકો પર પડ્યો હતો. આ અકસ્માતમાં 36 વર્ષીય મુકેશ રામસ્વરૂપ ગિરી નામના શ્રમિકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે કામ કરી રહેલા અન્ય એક શ્રમિક ધર્મેન્દ્ર ગિરીને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આ બનાવમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં FSLની મદદ લેવામાં આવી છે. અને ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code