સુરત, 14 એપ્રલ 2026: 4 members of a gang making fake driving licenses arrested શહેરના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગના ચાર શખસોને શહેર એસઓજી પોલીસે દબોચી લીધા છે. નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, ગ્રાહકો પાસેથી જરૂરી માહિતી લઈને ઓનલાઇન ફોર્મ ભરતા. પરંતુ સરકારની સત્તાવાર ફી ભરતા નહીં કે ડોક્યુમેન્ટ અપલોડ કરતા નહીં. ત્યારબાદ WPS Office જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરતા અને ગ્રાહકોને મોકલી આપતા. આ રીતે લોકો સાથે છેતરપીંડી કરી ગેરકાયદેસર રીતે પૈસા કમાતા હતા.
સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતી ગેન્ગના ચાર આરોપીઓને દબોચી લેવાયા છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ લોકો સાથે સોશિયલ મીડિયા, ખાસ કરીને વોટ્સએપ ગ્રુપ દ્વારા સંપર્ક સાધતા હતા. તેઓ પોતાને RTO એજન્ટ તરીકે ઓળખાવી વિશ્વાસમાં લઈ લેતા અને ખૂબ જ સરળ પ્રક્રિયામાં લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપતા હતા. ₹7,000 થી ₹10,000 સુધીમાં લાયસન્સ તૈયાર કરી આપવાની વાત કરી અનેક લોકો પાસેથી રૂપિયા વસૂલતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી જરૂરી માહિતી લઈને ઓનલાઇન ફોર્મ ભરતા હતા. પરંતુ સરકારની સત્તાવાર ફી ભરતા નહીં કે ડોક્યુમેન્ટ અપલોડ કરતા નહીં. ત્યારબાદ WPS Office જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરતા અને ગ્રાહકોને મોકલી આપતા. આ રીતે લોકો સાથે છેતરપીંડી કરી ગેરકાયદેસર રીતે પૈસા કમાતા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓમાં પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશભાઈ માણીયા (ઉંમર 27), ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડિયા (ઉંમર 37), પ્રફુલ ઉર્ફે RTO વિપુલ પટેલ (ઉંમર 35) અને રવિ જેઠાભાઈ ગાંગડિયા (ઉંમર 35)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આ ચારેય આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછમાં એવી વિગતો મળી છે કે, આરોપીઓએ અંદાજે 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા હતા અને આશરે 50 લોકો પાસેથી રૂપિયા લઈને છેતરપીંડી કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 4 મોબાઇલ ફોન, 13 બનાવટી લાયસન્સ સહિત કુલ ₹30,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કપરોડા પોલિસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછથી વધુ ખુલાસા થવાની શક્યતા છે. મુખ્ય આરોપી પ્રજેશ ઉર્ફે રઘુ સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તેના સામે PASSA હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જ્યારે પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ વિરુદ્ધ પણ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.


