1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

0
Social Share

સુરેન્દ્રનગર, 8 જુન 2026 : Tagore Bagh become a center of attraction among the people શહેરના ટાગોર બાગનું નવ સર્જન કરીને વિકાસ કરવામાં આવ્યો છે. શહેરજનો ફરવા માટે જઈ શકે એવો એકપણ બગીચો નહતો. આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર બાગનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે ટાગોર બાગ શહેરીજનો માટે આકર્ષમનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમી બાદ રાત્રિના સમયે ઠંડક અને મનોરંજન માટે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બાગની મુલાકાત લઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના ટાગોરબાગને નવો ઓપ આપવામાં આવ્યો છે. બાગની ફરતે દીવાલો પર કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ગાર્ડનમાં ગોઠવવામાં આવેલી આકર્ષક રોશની રાત્રિના વાતાવરણને આહલાદક બનાવે છે. વૃક્ષો પર લપેટાયેલી એલ.ઈ.ડી. લાઈટો અને પાણીમાં પડતો તેનો પ્રકાશ રાત્રિના દ્રશ્યોને વધુ મનમોહક બનાવે છે. ટાગોર બાગ બાળકો અને વડીલો બંને માટે મનપસંદ સ્થળ બન્યો છે. બાળકો હિંચકા, લપસણી અને અદ્યતન ઓપન જિમના સાધનો પર આનંદ માણે છે. યુવાનો અને વડીલો માટે ખાસ બનાવેલા પેવર બ્લોકવાળા વોકિંગ ટ્રેક પર લોકો મોડી રાત સુધી ચાલવાનો અને પ્રકૃતિનો આનંદ લે છે.

સુરેન્દ્રનગર મ્યુનિ. દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સુવિધાને કારણે શહેરીજનોને સ્થાનિક સ્તરે જ એક સુંદર અને રમણીય હરવા-ફરવાનું સ્થળ મળ્યું છે. તેનો લાભ નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર લઈ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code