1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાભર-દીયોદર હાઈવે પર કારની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રના મોત
ભાભર-દીયોદર હાઈવે પર કારની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રના મોત

ભાભર-દીયોદર હાઈવે પર કારની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રના મોત

0
Social Share

થરાદ, 26 જુન, 2026 : Father-son biker dies after being hit by car  જિલ્લાના ભાભર-દિયોદર હાઈવે પર વડાણા ગામ નજીક પૂરફાટ ઝડપે કારે  બાઈકને  અડફેટે લેતા બાઈકસવાર પિતા – પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે  મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે,  ભાભર તાલુકાના કુવાળા ગામના નીલાભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે બાઈક પર ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વડાણા ગામ નજીક હાઈવે પર પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર નીલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર રવિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને દિયોદર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને પ્રથમ સારવાર આપ્યા બાદ દિયોદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરીમાં મદદ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. દિયોદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code