Homeગુજરાતીગુજરાતઅંબાજી મંદિરમાં હવે 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં, ટ્રસ્ટનો નિર્ણય

અંબાજી મંદિરમાં હવે 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં, ટ્રસ્ટનો નિર્ણય

અંબાજી, 13 સપ્ટેમ્બર, 2026 : No flag larger than 5 meters can be hoisted in Ambaji Temple યાત્રાધામ અંબાજીમાં તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મોટાભાગના પગપાળા સંઘોએ અંબાજી આવવા માટે પ્રયાણ કર્યું છે. સંઘો અને પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવતી ધજાઓ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે. મંદિરના શિખર પર 5 મીટરથી મોટી ધજા ચઢાવી શકાશે નહીં.

અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,  જે સંઘો અને પદયાત્રીઓ 5 મીટરથી લાંબી ધજા લઈને આવશે, તેમની ધજાઓ મંદિરના શિખરે ચઢાવવાના બદલે માતાજીના મંદિરમાં રાખવામાં આવશે. આવા સંઘોએ 5 મીટરની ધજા મંદિર ટ્રસ્ટ પાસેથી મેળવવી પડશે. ટ્રસ્ટમાં નોંધાયેલા 1635 સંઘ તેમજ વગર નોંધાયેલા લાખો પદયાત્રા સંઘો માતાજીની ધજા લઈ અંબાજી આવવાની તૈયારીમાં છે. આ તમામ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ 5 મીટરની જ ધજા લઈને યાત્રાનો પ્રારંભ કરે,  આ ઉપરાંત, અનેક પગપાળા સંઘો માતાજીના રથ અને માંડવીઓ લઈને પણ અંબાજી આવે છે. હાલમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરીને કારણે જગ્યા ઓછી હોવાથી, પદયાત્રીઓ દ્વારા લાવવામાં આવેલા રથ અને માંડવી પોતાના ઉતારા પર જ રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular