Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ

અમદાવાદ, 22 જુન, 2026 : Preparations for Lord Jagannath’s Rath Yatra શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત યોજાતી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણેય પવિત્ર રથો—નંદીઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ ધોરણે ચાલી રહ્યું છે. રથના પૈડાંથી લઈને તેના શિખર સુધી કલરકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ભગવાનના પોશાક અને ઘરેણાંને પણ ખાસ આકર્ષક લુક આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડવાના હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

શહેરના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આગામી જળયાત્રા અને રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા જેઠ સુદ પૂનમના દિવસે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે  જગન્નાથ મંદિર અત્યારે ભક્તિના રંગે રંગાયું છે.

અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે.  પરંતુ તે પહેલાં જેઠ સુદ પૂનમના દિવસે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાબરમતી નદી કિનારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સોનાના કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સુકતા છે. કોમી એકતાના પ્રતીક સમાન આ યાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે માત્ર મંદિર જ નહીં, પરંતુ ગૃહ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સજ્જ બન્યું છે. આગામી દિવસોમાં યોજાનારી જળયાત્રા બાદ ભગવાન પંદર દિવસ માટે મોસાળ સરસપુર જશે અને ત્યારબાદ અષાઢી બીજે નગરચર્યાએ નીકળશે, જેના સ્વાગત માટે અત્યારથી જ આખું અમદાવાદ ‘જય જગન્નાથ’ના નારા સાથે ગુંજી રહ્યું છે.

સંબંધિત લેખો

Most Popular