1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો
ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો

ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો

0
Social Share

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Rain fell in 27 talukas of Gujarat by Monday afternoon  રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન 164 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે.  મેઘરાજાની સવારી મોડી આવી પણ આવતાની સાથે જ ધબધબાટી બોલાવી રહી છે.  આજે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, સિઝનલ ટ્રફ, ઑસ્યોર ટ્રફ, શેયર ઝોન સહિત કુલ 5 સિસ્ટમ સક્રિય હોવાને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી મોહાલ રહેશે. રાજ્યમાં પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આજે  સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઓલર્ટ જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં વરસાદનું યલ્લો એલર્ટ અપાયેલું છે.

આજે તારીખ ૦૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે ૬ ઇંચથી વધુ એટલે કે સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં,

* સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૨૩ ટકાથી વધારે

* દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦ ટકાથી વધુ

* પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૧૨ ટકાથી વધુ

* ઉત્તર ગુજરાત ઝોનમાં ૧૦ ટકાથી વધુ અને

* કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર ૦.૪૨ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના જળાશયોની સ્થિતિ જોઈએ તો ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં ૨.૧૫ લાખ MCFT એટલે કે આશરે ૬૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં પણ ૨.૦૯ લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના ૦૨ ડેમ સંપૂર્ણ ૧૦૦% ભરાયા છે, ૧૮ ડેમ ૭૦%થી વધુ, ૨૦ ડેમ ૫૦%થી વધુ, ૪૯ ડેમ ૨૫%થી વધુ અને ૧૧૭ ડેમ ૨૫% કરતા ઓછા ભરાયેલા છે. વર્તમાન જળસપાટીને જોતાં ૦૬ ડેમ ‘હાઇ એલર્ટ’ પર, ૦૭ ડેમ ‘એલર્ટ’ પર અને ૦૭ ડેમ ‘વોર્નિંગ લેવલ’ પર રાખવામાં આવ્યા છે.

બીજી તરફ, ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે PGVCL વર્તુળ ડિવિઝનને મોટું નુકસાન પહોંચ્યું છે. તોફાની પવન અને વરસાદને લીધે અમરેલીમાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાના 55 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. અંધારપટ છવાઈ જતાં PGVCL વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code