1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતાં સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટનું વેચાણ ઠપ
કચ્છમાં વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતાં સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટનું વેચાણ ઠપ

કચ્છમાં વેન્ડરોના લાયસન્સ રિન્યુ ન થતાં સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટનું વેચાણ ઠપ

0
Social Share

ભૂજ, 17 એપ્રિલ 2026: Sale of stamp and court fee tickets stalled as vendors’ licenses not renewed કચ્છ જિલ્લામાં વહિવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલું હોવાથી અને કામના ભારણને લીધે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ કરાયા નથી. તેના લીધે કાનૂની અને સરકારી કાર્યવાહી માટે અત્યંત જરૂરી એવા સ્ટેમ્પ પેપર તથા કોર્ટ ફી ટિકિટોનું વેચાણ અચાનક અટકી પડતા સરકારી કામકાજ પર ગંભીર અસર પડી છે. અરજદારો અને વકીલો પર સ્ટેમ્પ અને કોર્ટ ફીની ટિકિટો ન મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં સ્ટેમ્પ વેચાણ બંધ થવાની સીધી અસર કાનૂની પ્રક્રિયાઓ અને સામાન્ય જનજીવન પર પડી છે. સરકારી કચેરીઓમાં સામાન્ય અરજીઓ પર લગાવવામાં આવતી માત્ર રૂ. 3 ની કોર્ટ ફી ટિકિટ પણ બજારમાં મળતી બંધ થઈ ગઈ છે. પરિણામે રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને ટાઈમ લિમિટવાળી શૈક્ષણિક યોજનાઓ માટે સામાન્ય પ્રજા ધક્કા ખાઈ રહી છે. આથી ભુજ બાર એસોસિએશન દ્વારા કચ્છ કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશને માંગ કરી છે કે જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સૂચના આપીને આગામી 24 થી 48 કલાકમાં જ તમામ વેન્ડરોના લાઇસન્સ રિન્યૂ કરી આપવામાં આવે. કલેક્ટર સમક્ષ થયેલી આ રજૂઆતમાં બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર, મંત્રી મલ્હાર બુચ, ઉપપ્રમુખ કાનજી ધૂવા, જોઇન્ટ સેક્રેટરી મેહુલ ગોસ્વામી અને પ્રફુલ ઠક્કર સહિતના હોદ્દેદારો જોડાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code