1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર કાર- બાઈક અકસ્માતમાં ત્રણના મોત
બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર કાર- બાઈક અકસ્માતમાં ત્રણના મોત

બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર કાર- બાઈક અકસ્માતમાં ત્રણના મોત

0
Social Share

આણંદ, 03 માર્ચ 2026: Three killed in car-bike accident  જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જંત્રાલ-વીરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર આવેલી એક સ્કૂલ નજીક પુરફાટ ઝડપે જઈ રહેલી એક કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર ચાલકની ભાભી અને ચાલકની પુત્રી ઇજાગ્રસ્ત થતા બન્નેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે વીરસદ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  બોરસદના કંસારી રોડ ઉપર આવેલા એક પોલ્ટ્રી ફાર્મ નજીક રહેતા ગણપતભાઈ ભીમસંગભાઈ પરમારનો ૩૨ વર્ષીય પુત્ર હરેશ ઉર્ફે પીન્ટો રવિવારે સાંજના પોતાના બાઈક ઉપર ભાઈની પત્ની જ્યોત્સનાબેન અને આઠ વર્ષીય દીકરી પ્રિયાબેનને બેસાડી વીરસદથી જંત્રાલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન એક સ્કૂલ નજીકથી બાઈક પર પસાર થઈ રહ્યાં હતા, ત્યારે સામેથી પુરફાટ ઝડપે આવેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં હરેશ ઉર્ફે પીન્ટાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાભી અને આઠ વર્ષીય પુત્રીને ઇજાઓ પહોંચતા તેઓને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન ભાભી અને દીકરીનું પણ મોત થતા સમગ્ર પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે વિરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code