1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદ નજીક રેલવેનો નિર્માણાધિન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો
આણંદ નજીક રેલવેનો નિર્માણાધિન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો

આણંદ નજીક રેલવેનો નિર્માણાધિન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો

0
Social Share

આણંદ, 31 મે, 2026 : A portion of an under-construction railway overbridge collapsed જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ બ્રિજ ધડાકાભેર પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ગયા હતા. જેના કારણે ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આણંદના પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર સાથે ડીવાયએસપી જે. એન. પંચાલ તથા વાસદ પોલીસે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રેલવેના અધિકારીઓને પણ આ ઘટનાના કારણોની તપાસ માટે આવી પહોંચ્યા હતા.

આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગામથી હાઇવે તરફ જતાં રેલવે ટ્રેકથી થોડે દૂર શનિવારે રાત્રે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બીમ વચ્ચેથી તૂટી ગયો હતો. આ બ્રિજ ધડાકાભેર પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ગયા હતા. જેના કારણે ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સૂત્રોના કહેવા મુજબ આણંદ તાલુકાના વડોદ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર 250 ઉપર ઓવરબ્રિજ માટેનું બાંધકામ રેલવે ગતિશક્તિ યુનિટ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં અડાસ ગામથી હાઇવે તરફ જતા ઢાળના સ્પાન તૈયાર કરીને એપ્રોચ ગર્ડર્સ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જેમાં શનિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે બીમ વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન અથવા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ બ્રિજ પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ઉઠતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસ તથા રેલવે તંત્ર તેમજ આણંદના વહીવટી તંત્રને કરવામાં આવતા અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code