1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નહાવા પડેલો યુવાનનું ડૂબી જતા મોત
લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નહાવા પડેલો યુવાનનું ડૂબી જતા મોત

લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નહાવા પડેલો યુવાનનું ડૂબી જતા મોત

0
Social Share

વડોદરા, 16 જુન, 2026 : A young man drowned while bathing in the Mahisagar river  જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના બીચ પર મૂળ રાજસ્થાનના વતની અને આણંદમાં રહેતો પરિવાર ફરવા માટે આવ્યો હતો. દરમિયાન 40 વર્ષીય મુકેશ જબરારામ સરગરો પોતાના 5 વર્ષના પુત્ર તથા 2 સાળા સાથે નદીમાં નહાવા માટે ગયા હતા. નદીમાં નહાતી વખતે મુકેશ અચાનક ઊંડા પાણીમાં જતાં પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ બનાવથી નદી કિનારે ફરવા માટે આવેલા પરિવારો અને સહેલાણીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. 24 કલાક બાદ 2 કિમી દૂરથી યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. બે દિવસની સતત કામગીરી બાદ વડોદરા ERC ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, અસહ્ય ગરમી અને રવિવારની રજાને કારણે લાંછનપુરા ખાતે આવેલી મહીસાગર નદીમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. દરમિયાન મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની અને હાલ પરિવાર સાથે આણંદના સરદારગંજ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ જબરારામ સરગરો પોતાના 5 વર્ષના પુત્ર તથા 2 સાળા સાથે નદીમાં નહાવા માટે ગયા હતા. નદીમાં નહાતી વખતે મુકેશ અચાનક ઊંડા પાણીમાં જતાં પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યારે સ્થાનિક તરવૈયાઓએ પણ યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ વડોદરા ERC ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આખરે બીજા દિવસે સોમવારે મહીસાગર નદીમાંથી મુકેશ સરગરોનો મૃતદેહ મળી આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code